________________
૩-૧૧].
વાતિજીવિત ર૦૧ એવી જે વ્યાખ્યા કરી છે તે પણ તકની દષ્ટિએ ટકી શકે એવી નથી. કેમ કે રસ જેને સંશ્રય છે તે રસસંશ્રય કહેવાય. તેને લીધે આ રસવત અલંકાર બને છે. તેમ છતાં એ તે બતાવવાનું જ રહે છે કે જેને સંશય રસ છે તે પદાર્થ રસ સિવાય બીજો કયે છે? જો એમ કહે કે એ પદાર્થ કાવ્ય પિતે જ છે, તે એનું ખંડન અમે પહેલાં કરી ચૂક્યા છીએ. (કે કાવ્ય પોતે અલંકાર ન હોઈ શકે. અલંકાર તે કાચના એક ઘટક શબ્દ કે અર્થને ધર્મ છે.) વળી, કાવ્ય પોતે જ પિતાને શણગારે એટલે કે કાવ્ય પોતે જ અલંકાર્ય પણ રહે અને અલંકાર પણ બને એ શક્ય નથી.
(૧૦) અથવા રસસંશયને છઠ્ઠી તપુરુષ સમાસ ગણી રસને સંશ્રય તે રસસંશય એમ વિગ્રહ કરીએ, અથવા રસ જેને આશ્રય લે છે તે રસસંશ્રય એમ વિગ્રહ કરીએ, તેયે રસને સંશ્રય શું છે, અથવા રસ શાને આશ્રય લે છે, તે તે કહેવું જ પડશે. (અને એ કાવ્ય છે એમ કહે તે એનું ખંડન થઈ જ ગયું છે.) અને એ વ્યાખ્યાનું ઉદાહરણ પણ વ્યાખ્યાના જેવું જ હેઈ અમે તેની જુદી ચર્ચા કરતા નથી. (૧૧) અહીં સયાને બદલે
સપેસ્ટિમ્ | ૩૮ એ પાઠ લઈએ તેયે એમાં કશો ફેર પડતો નથી.
(૧૨) અથવા એમ કહો કે અલંકાર્ય આખરે તે પ્રતિપાદક વાક્યમાંથી પ્રતીત થતા પદાર્થો રૂપ હોય છે. તેમાં રસને અનુપ્રવેશ થતાં તે પદાર્થોનું પોતાનું સ્વરૂપ ઓગળી જઈને તે અલંકાર શી રીતે બની શકે એ પણ ચિંત્ય છે, એટલે કે સ્વીકાર્ય બને એવું નથી. એટલું જ નહિ, ધારે કે અલંકાર્ય રસના અનુપ્રવેશથી અલંકાર બની જાય છે એમ માની લઈએ તેયે પ્રધાન અને ગૌણને એમાં વિપસ થાય છે (એટલે કે અલંકાર્ય જે પ્રધાન છે તે અલંકાર એટલે ગૌણ બની જાય છે), એટલે એ વાત સ્વીકારી શકાય એમ નથી.