________________
૨૦૬ વક્તિજીવિત
[૩-૧૧ રસવદલંકાર માનવામાં આવે, જેમ એ પૂર્વાચાર્ય આનંદવર્ધને કહ્યું
જે કઈ કાવ્યમાં પ્રધાન વાક્યર્થ બીજે હોય અને રસાદિ તેનાં અંગરૂપે આવેલાં હોય તે તે કાવ્યમાં રસાદિ અલંકાર ગણાય એ મારો મત છે.” (ધ્વન્યાલેક, ૨-૫) ૪૨
એટલે કે જે કાવ્યમાં બીજે વાક્યાથે પ્રધાનપણે અલંકાર્ય રૂપે આવેલ હોય તેમાં તેના અંગ તરીકે જાતે શંગારાદિ રસ અલંકાર ગણાય, કારણ, એવા દાખલાઓમાં જે ગૌણ હોય છે તે પ્રધાનને ભાવાભિવ્યક્તિ દ્વારા વિભૂષિત કરતે હોય છે, એટલે અલંકારને નિર્ણય કરે સહેલે પડે છે. જેમ કે –
“તરતના જ અપરાધી કામી જે શંભુનાં બાણને અગ્નિ તમારાં પાપને બાળી મૂકો, જે અગ્નિને ત્રિપુરની કમલ જેવી આખેવાળી યુવતીઓ તરફથી હાથે વળગવા જતાં ઝટકી નાખવામાં આવે છે, વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી હડસેલી કાઢવામાં આવે છે, ચરણે પડ્યો હોય છે છતાં ગભરાટ કે ક્રોધને કારણે ધ્યાનમાં લેવાતો નથી અને આલિંગન દેવા જતાં આંસુભરી આંખે જેને તિરસ્કાર કરવામાં આવે છે.” (ધ્વન્યાલેક ૨-૫) ૪૩
આનંદવર્ધનને મતે આ શ્લોકમાં શિવના પ્રભાવને અતિશય એ જ પ્રધાન વાક્ષાર્થ છે અને શ્લેષસહિતને ઈર્ષાવિપ્રલંભ અને કરણ તેના અંગરૂપે આવેલા છે, એટલે એ રસવદલંકારનું ઉદાહરણ છે. આ બે વિરોધી રસો શિવ પ્રત્યેની રતિના અંગરૂપે આવેલા હોઈ તેમને ભેગે સમાવેશ દોષરૂપ નથી. કુતકનો મત જુદો છે.
અહીં શિવનાં બાણના અગ્નિથી બળતી અસુરસ્ત્રીઓની, આંસુભરી કમળ જેવી આંખે વગેરે શબ્દોથી સમજાતી વિહ્વળતાને કરુણરસ, ત્રિપુરારિ શિવના પ્રભાવને વર્ણનનું અંગ છે. (આનંદવર્ધને સૂચવે છે તેમ) ઈર્ષાવિપ્રલંભ અહીં અંગ નથી, કારણ, તેને તે અહીં અનુભવ જ થતું નથી. એટલે કહેવાનો