________________
૩-૧૧
વક્રોક્તિજીવિત ૨૦૯
નથી કારણ કે એ બે વચ્ચે પ્રાધાન્ય વિશે સ્પર્ધા નથી તેથી એ બંને વિરોધી રસની પ્રતીતિ પણ તદ્વિદોને આહૂલાદ આપનારી થઈ પડે છે. કેમ કે અહીં કેવળ કરણ (કે વિપ્રલંભ) રસ જ છે એ નિર્ણય કરવા માટે કોઈ પ્રમાણ નથી. અને પ્રવાસવિપ્રલંભના કારણરૂપ આલંબન વિભાવાદિ સામગ્રી સ્વપ્ન વખતે શબ્દમાં મુકાયેલી છે, અને સ્વપ્ન ઊડી જતાં જ મૂળને કરુણ રસ પાછો હાજર થઈ જાય છે, એમ માનીને તે બંને રસની પ્રતીતિ તર્કસંગત છે એમ કહેવાય. હવે અહીં કેઈ એ પ્રશ્ન ઉઠાવે કે એ પ્રવાસ-વિપ્રલંભ શરૂઆતમાં ઉત્પન્ન થાય જ શી રીતે, એ તે કહે. તે કહેવાનું કે આ વધે બરાબર નથી. કારણ, અહી જેની પ્રશંસા કરવામાં આવી છે તે મહાપુરુષના પ્રતાપની વાતેથી ચકિત થઈ ગયેલા તેના દુશ્મને અને તેમની સ્ત્રીઓ ફાવે તેમ નાસભાગ કરે અને જુદાં પડી જાય, એ તર્કની દૃષ્ટિથી અસંગત નથી.
અહીં સુધી કુંતકે આનંદવર્ધનાચાર્યને પક્ષ માંડયો છે. આનંદવર્ધનને પક્ષ એવો છે કે એ લેકમાં રાજાની સ્તુતિ પ્રધાન છે અને શત્રની સ્ત્રીઓને કરુણ અને વિપ્રલંભ એ બંને તેને ઉપકારક હેઈ ગૌણ છે, એટલે અહીં અલંકાર ગણાય. કુંતકને આ માન્ય નથી. એ એમ માને છે કે અહીં એક કરુણ રસ જ છે. અને હવે એ મતનું પ્રતિપાદન કરે છે.
અહીં કરુણ રસ જ છે એવું નિશ્ચિતપણે માની લઈએ એટલે એના પરિપષની પરાકાષ્ઠાએ પહોંચવાથી એકાગ્રતાને લીધે જડ બની ગયેલા ચિત્તવાળી શત્રુની સ્ત્રીઓ, પિતે જેનાથી ટેવાયેલી છે તે વાસનાઓમાં જ ડૂબેલી રહે છે, અને લાંબા સમય પછી સ્વપ્નમાં પ્રિયજનને સમાગમ પ્રાપ્ત થતાં, પિતે પહેલાં અનુભવેલા વ્યવહાર પ્રમાણે પતિ સાથે વાર્તાલાપ શરૂ કરે છે અને એકાએક
૧૪