________________
૩-૧૧
વાક્તિજીવિત ૨૦૭
અર્થ એ છે કે કવિપ્રતિભાથી પાષાઈને પ્રકષ પામતા કરુણરસથી ઉદ્દીપિત થઈ સુંદર ખનેલા શિવના પ્રભાવના અતિશય સહૃદયાના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે.
કામી તથા શરાગ્નિનું તેજ બંને સરખાં શબ્દવાચ્ય છે એટલા માત્રથી, જેમનામાં વિરુદ્ધ ધર્મના અધ્યાસ કરવામાં આવ્યા છે એવા એ એ વિરુદ્ધ ધમી પદાર્થોની એકતા કોઈ પણ રીતે સ્થાપી નહિ શકાય. કારણ, પરમેશ્વર પ્રયત્ન કરે તેાયે એ સ્વભાવ બદલી શકાય એમ નથી. અને એ બંને અર્થો (શ્લેષને લીધે) શબ્દવાચ્ય હાવા છતાં તેટલા માત્રથી તદ્વિદાને તૈ(વિરુદ્ધ ધર્મના અધ્યાસની અથવા વિરુદ્ધ ધી પદાર્થોના એકથ)ની અનુભૂતિ થતી નથી. એમ જો હાત તા તે ગાળની ગાંગડી' વગેરે શબ્દ ઉચ્ચા રાતાં તેના સ્વાદને અને પ્રીતિ વિષાદ વગેરેના અનુભવ થાત. એ (વિરોધી રસેાના ઐકયની) પ્રતીતિ થાય છે એમ માનીએ તાયે એ વિરાધી રસાના સમાવેશના દોષ અનિવાય અની જાય છે. એ રસેના સમાવેશના દોષ પણ અહીં ગુણપ્રધાન ભાવના પ્ર (અહીં પાઠ ખંડિત છે. શ્રી કૃષ્ણમૂર્તિ એ કરેલી પૂર્તિ જોતાં અહી અર્થ એવા લાગે છે કે અહી એ રસાના સમાવેશના દોષ છે. તેના પરિહાર એ બેમાંથી એક પ્રધાન છે અને બીજો ગૌણુ છે, એમ કહેવાથી પણ થઈ શકે એમ નથી. શ્રીકૃષ્ણમૂર્તિએ પણ અથ એ જ કરેલા છે.)
અને જો શિવના પ્રભાવ જ પ્રધાન છે અને આ એ રસે તેનાં અંગ છે, એટલે એ રસવઠ્ઠલંકાર થઇ શકે, એમ જો કહેતા હા તે તે પણ ખરાબર નથી. કારણ, કરુણુ એક જ વાસ્તવિક રીતે જોતાં પ્રધાન છે. બીજાના કહેતાં શૃંગારના તે કોઈ પાયા જ નથી, એટલે અસ્તિત્વ ધરાવતી અને ન ધરાવતી એ વસ્તુઓની પેઠે એ એના સામ્યની વાત જ ન થઈ શકે. એટલે આ અનુચિત વિષયનું પિષ્ટપેષણ કરવાના કોઇ અર્થ નથી.