________________
૨૦૦ વક્રોક્તિજીવિત
[૩-૧૧ એમ કહીને પિતે પહેલાં કહેલી વ્યાખ્યાને જ વધુ સ્પષ્ટ કરી છે. એ સંબંધે કહેવાનું કે રસ સ્વશબ્દવાચ્ય છે એવું અમે પહેલાં કદી સાંભળ્યું નથી. એટલે આ રસના સર્વ અને તેના પરમાર્થને જાણનાર એ વિદ્વાનેને પૂછવું જોઈએ કે આ સ્વશબ્દનિષ્ઠતા કેની છે, રસની કે રસવત(અલંકાર)ની? જો રસની કહેતા હે તે “જેને આસ્વાદ લેવાય તે રસ” – એવી રસની વ્યાખ્યા છે, એટલે રસો સ્વશબ્દનિષ્ઠ છે એમ કહો તે એને અર્થ એ થયો કે ચંગાર વગેરે રસો શૃંગાર વગેરે શબ્દોમાં જ રહેલા છે, અને જે કોઈને એ શબ્દનું જ્ઞાન થાય છે તેને તેને આસ્વાદ પણ આવે છે. મતલબ કે શૃંગાર વગેરે રસને સ્વશબ્દથી કરાતે ઉલેખ સાંભળીને તેને આસ્વાદને આનંદ પ્રાપ્ત થાય છે. એ ન્યાયે તે “ઘેવર વગેરે પદાર્થોનું નામ લેવા માત્રથી તેના આસ્વાદને આનંદ મળી રહે છે. અને એટલે એ ઉદારચરિત મહાપુરુષએ કેઈ પણ સુખના ઉપભેગનું સુખ મેળવવાની ઈચ્છા સેવનાર સૌ માટે નામમાત્ર લેવાથી શૈલેક્યના રાજ્યની પ્રાપ્તિ સુધીનાં બધાં સુખ વગર મહેનતે પ્રાપ્ત કરી આપ્યાં છે, માટે નમસ્કાર હે એ મહાત્માઓને!
વળી, રસવત્ (અલંકાર) રસાદિ શબ્દોમાં રહેલું છે એમ પણ કહી શકાય એમ નથી. કારણ, જે રસ પોતે જ એ શબ્દમાં રહેતું નથી તે રસની સાથે સંકળાયેલા એ અલંકારની તે વાત જ શી ? રસને અલંકાર કહી શકાય એ વાતનું તે પહેલાં જ ખંડન કરી ચૂક્યા છીએ. એ વ્યાખ્યાના બાકી રહેલા ભાગ સ્થાયી–સંચારી વગેરેની ટીકા તે અમે પહેલાં કરી ગયા છીએ એટલે ફરી એની ચર્ચા કરતા નથી.
(૯) અને દંડીએ–
રસના સંશ્રય (સંબંધોને લીધે એ રસવત્ અલંકાર કહેવાય છે.” ૩૮