________________
૧૯૮ વક્તિજીવિત
[૩-૧૧: અલંકાર છે, તે એમાં ઉપક્રમ અને ઉપસંહારના વિરોધ રૂપ દેષ આવે છે.
(૩) અથવા જે “જેના વડે શૃંગારાદિ સ્પષ્ટરૂપે દર્શાવાયા છે તે એ રીતે સમાસ છોડે તે પણ એ તે કોણ છે તે જણાવવું જ પડશે. જે એમ કહો કે કથનનું વિચિત્ર્ય એ જ એ “તે છે, તે એનું પણ સારી રીતે સમર્થન થઈ શકે એમ નથી. કારણ, કથન કરતાં તેની શોભા વધારનાર વૈચિત્ર્ય જુદું જ હોવું જોઈએ. કથન જ (પિતાની શોભા વધારનાર અલંકાર) ન હોઈ શકે.
(૪) સ્પષ્ટ રૂપે દર્શાવેલા રસના પ્રતિપાદનનું વૈચિચ–એ એ સમાસનો અર્થ છે એમ કહે છે તેથી મુશ્કેલી ટળતી નથી. કારણ, શૃંગારાદિ સ્પષ્ટરૂપે દેખાય એને અર્થ એ રસની એના સ્વરૂપે નિષ્પત્તિ થાય એમ જ સમજાય છે.
(૫) રસવત્ એટલે રસવાળા કાવ્યને અલંકાર તે રસવત્ - અલંકાર એવો અર્થ કરે તે કાવ્ય રસવાળું હોય પછી તેને આ અલંકાર લાગે છે, માટે એ રસવત્ અલંકાર એટલે કે રસવને અલંકાર કહેવાય છે, એમ કહેવાથી એનું સ્વરૂપ સ્પષ્ટ થાય એ કોઈ અર્થ નીકળતું નથી. અથવા એ અલંકારને લીધે જ કાવ્ય રસવાળું બને છે એમ કહો તે પછી એ અલંકાર રસવને અલંકાર રહેતું નથી, એ પિતે જ રસવાન બની જાય છે. અને એને લીધે કાવ્ય રસવાન બને છે, એમ કહેવું પડે.
(૬) અથવા, “આને પુત્ર “અગ્નિષ્ટોમયાજી થશે” – એમ બેલાય છે, તેમ અહીં પણ જે કાવ્ય જે અલંકારને લીધે રસવાળું થવાનું છે તે અલંકાર, કાવ્ય પાછળથી રસવાળું થવાનું છે માટે રસવાળા કાવ્યને એટલે રસવત્ અલંકાર કહેવાય છે, એમ કહો તે તે પણ ટકી શકે એમ નથી. કારણ, ‘અગ્નિષ્ટોમયાજી' શબ્દને મૂળ અર્થ ભૂતકાળમાં જેણે અનિષ્ટોમ યજ્ઞ કર્યો હોય તે માણસ એ થાય છે, તેમ છતાં જે માણસ ભવિષ્યમાં અગ્નિષ્ટોમ યજ્ઞ કરનાર છે તેને માટે પણ વાપરી શકાય છે. પણ આ દાખલામાં.