________________
૩-૧૧]
વકૅક્તિજીવિત ૧૯૭ કે એમાં વર્ણમાન વિષયનું જે પિતાનું સ્વરૂપ એટલે કે વ્યાપાર તેનાથી વધારાનું બીજું કશું પ્રતીત થતું નથી (જેને અલંકાર્ય કહી શકાય); અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે સત્કવિઓનાં બધાં જ અલંકૃત વાક્યોમાં આ અલંકાર્ય અને આ અલંકાર એમ બે જુદી જુદી વસ્તુ અલગ રીતે બધા ભાવકોના મનમાં પ્રતીત થાય છે. પણ રસવત્ અલંકારવાળા વાક્યમાં ખૂબ ધ્યાનપૂર્વક જેવા છતાં આ બે અલગ વસ્તુઓને ભેદ સમજી શકાતું નથી.
જેમ કે, (તમે જેને રસવત્ અલંકાર કહે છે તેમાં) શંગારાદિ રસ જ જે પ્રધાનપણે વર્ષ વિષય એટલે કે અલંકાર્ય હોય તે એના સિવાય બીજો કોઈ અલંકાર હોવો જોઈએ. અને જે તમે એમ કહો કે એ રસ પિતે જ તદ્વિદાહૂલાદકારી હોઈ એને જ અલંકાર કહીએ છીએ, તે તેના સિવાય બીજું કંઈક અલંકાર્ય વસ્તુ તમારે બનાવવું જોઈએ, જેને એ અલંકૃત કરતે હોય. પરંતુ ભામડ વગેરે પ્રાચીન આલંકારિકે જેને રસવત્ અલંકાર કહ્યો છે તેનાં ઉદાહરણમાં આવું કોઈ તત્વ લેશ પણ લેવામાં આવતું નથી, જેને અલંકાર્ય કહી શકાય. જેમ કે–
“જેમાં શંગારાદિ રસ સ્પષ્ટપણે દર્શાવ્યું હોય તે રસવ.” (ભામહ, ૩-૬) ૩૫
(૧) એવી રસવની વ્યાખ્યા છે. એમાં પટને બદલે પૃષ્ટ એવું પાઠાન્તર પણ મળે છે. એટલે જેમાં શગાર વગેરે રસ સ્પષ્ટ હોય અથવા જેમાં એમને સ્પર્શ હોય એ અર્થ કરીએ તે તેમાં કાવ્ય સિવાય સમાસના અર્થ રૂપ બીજે કઈ પદાર્થ પ્રતીત થતું નથી.
(૨) અને જો એમ કહો કે એ રસવત્ અલંકાર એ જ કાવ્ય છે, પણ એથી મુશ્કેલી ટળતી નથી. કારણ, એક વાર એમ સ્વીકાર્યું કે કાવ્યના ઘટક શબ્દ અને અર્થ છે અને તેમના જુદા જુદા અલંકારે છે, પછી હવે એમ કહો કે કાવ્ય એ જ