________________
૩-૯, ૧૦)
વક્રેતિજીવિત ૧૯૫ આવી રીતે પદાર્થોના સ્વાભાવિક સૌંદર્યના વર્ણનની વાત કરી હવે તેને ઉપસંહાર કરે છે –
વર્ણનીય વસ્તુના આ રમણીયતાપૂર્ણ શરીરને જ, ઉપાદેય હેવાને કારણે, કવિઓએ વનને વિષય માનવે જોઈએ.
કવિએ વણ્ય વિષયનું એવું સ્વરૂપ જ વર્ણવવું જોઈએ, જે -રમણીયતાથી ઊભરાતું હોય, જેમાં કેઈ ક્ષતિ ન હોય, અને જે સહદને આકર્ષે એવું હોય. (એના ઉપર જ કવિઓએ પિતાની શક્તિ અજમાવવી જોઈએ.) પિતાના સૌંદર્યથી શોભતા એવા પદાર્થોને જ બીજા અલંકારો વધારાની શોભારૂપ થઈ પડે છે.
કહેવાની મતલબ એ છે કે પદાર્થોને પિતાને સુંદર સ્વભાવ એ જ એની સાચી અથવા મુખ્ય શોભા છે, પણ એના વર્ણનમાં યોજેલા બીજા અલંકારો તો મૂળ શોભામાં ઉમેરો કરનારા જ છે.
આ જ બાબતને બીજી રીતે વિચાર કરે છે –
ધર્માદિના ઉપાય હેવાને કારણે વ્યવહારોગ્ય બીજું એક સ્વરૂપ પણ વનને વિષય બને છે.
ચેતન અને અચેતન પદાર્થોનું બીજું એક રૂ૫ વર્ણનને વિષ્ય બને છે. એ રૂપ કેવું છે? તે કે વ્યવહારોગ્ય એટલે કે લેકવ્યવહારને ગ્ય. શાથી? તે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચાર પુરુષાર્થોની સિદ્ધિનાં સાધન બનવાની એની યેગ્યતાને કારણે કહેવાનો અર્થ એ છે કે કાવ્યમાં વર્ણવવાને ચગ્ય સ્વરૂપવાળા જે મુખ્યતન એટલે કે દેવદાનવમાનવ વગેરે રૂ૫ બધા પદાર્થો છે તે -ચાર પુરુષાર્થના સંપાદનમાં સાધનરૂપ બનતા હોય એ રીતે પ્રધાનપણે વર્ણવવા જોઈએ. એ જ રીતે, જે ગૌણચેતન રૂપ સિંહ વગેરે પદાર્થો છે, તે પણ ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરેના ઉપાય બનતા