________________
૧૯૪ વતિજીવિત
[3-૮
ગણિતન અને મેટા ભાગના જડ પદાર્થોનું પણ રસના ઉદ્દીપન વિભાગ તરીકે વર્ણન કરવામાં આવે ત્યારે તે સુંદર લાગે છે.
અમુખ્ય એટલે ગૌણચેતન પ્રાણીઓનું વર્ણન પ્રસ્તુત વિષયના અંગ તરીકે કરવું જોઈએ, જેથી તેઓ રસનું ઉદ્દીપન કરવાને સમર્થ થાય, રસે એટલે શૃંગાર વગેરે રસે ઉદ્દીપન એટલે પરિપષ. એ રીતે કરેલું વર્ણન સુંદર એટલે કે સહદને આનંદ આપે એવું લાગે છે. જેમ કે –
આંબાની મંજરી ખાવાથી મીઠા થયેલા કંઠે નર કેફિલે જે મધુર ટહુકે કર્યો તે માનિનીઓના માનને ભંગ કરનાર કામદેવનું વચન બની ગયે.” (કુમારસંભવ, ૨-૩૨) ૩૨
મોટા ભાગના જડ પદાર્થોનું વર્ણન રસના ઉદ્દીપન વિભાવ તરીકે જ કરવામાં આવે છે તે સુંદર લાગે છે. અહીં જડ એટલે પાણી, ઝાડ, વસંત ઋતુ વગેરે સમજવાં. જેમ કે –
“આ મારા મનને દુર્લભ વસ્તુ માગતું રોકવું મુશ્કેલ છે. એક તે કામદેવ એને વધી રહ્યો છે, તેમાં વળી પાકીને પીળાં પડી ગયેલાં પાંદડાં મલય પવનથી ખરી જતાં બગીચાના આંબાઓને નવા અંકુર ફુટવા માંડશે પછી તે પૂછવું જ શું?” (વિક્રમોર્વશીય, ૨-૬) ૩૩ બીજું ઉદાહરણ–
કુરબકનાં વૃક્ષોને અંકુર ફૂટવાની તૈયારી છે, સેવાળથી છવાયેલા કિનારાવાળા તળાવે શેભી રહ્યાં છે, નદીઓ ફીણના લિસોટાથી સીમંતિની (સેંથીવાળી સુંદરી) જેવી લાગે છે, એવે સમયે, હે કૃશાંગી, લાંબી ફેલાયેલી લતાઓથી છવાયેલાં વન પણ કંદર્પ રૂપી ધનુર્ધારીની ક્રીડાભૂમિ બની જાય છે.” ૩૪