________________
૧૯૬ વક્રોક્તિ જીવિત
[૩-૧૧. હોય એ રીતે પ્રધાનપણે વર્ણવવા જોઈએ; જેમ કે, શુદ્રક વગેરે રાજાઓનાં અને શુકનાસ વગેરે મંત્રીઓનાં ચરિત્રે ચતુર્વર્ગના અનુષ્ઠાનને ઉપદેશ આપનાર બને એ રીતે જ વર્ણવવામાં આવે છે. ગૌણચેતન પદાર્થો જેવા કે હાથી, હરણ વગેરેનાં વર્ણને, યુદ્ધ અને મૃગયા વગેરેનાં અંગરૂપે થતી તેમની ક્રિયાઓને લીધે. સુંદર સ્વરૂપે જ કાવ્યમાં જોવા મળે છે. તેથી જ, એવા સ્વરૂપને ઉલ્લેખ જ પ્રધાનપણે થતું હોવાને કારણે કાવ્ય, કાવ્યનાં ઉપકરણ અને કવિની સરખામણી ચિત્ર, ચિત્રનાં ઉપકરણ અને ચિત્રકાર સાથે પહેલા કરવામાં આવી હતી. આ રીતે, પિતાના સ્વભાવના. પ્રાધાન્યથી અને રસને પ્રાધાન્યથી એમ બે રીતે, વર્ણનનો વિષય બનતા વસ્તુનું સ્વાભાવિક સૌંદર્યથી રસમય સ્વરૂપ એવું જે શરીર તે અલંકાર્ય જ ગણાય.
એટલે કે પદાર્થનાં સ્વભાવપ્રધાન અને રસપ્રધાન એમ બે સ્વરૂપ કાવ્યમાં વર્ણનને વિષય બને છે. અને એ બંને અલંકાર્ય જ ગણાય. અલંકાર ન ગણાય.
એમાં પદાર્થનું સ્વાભાવિક સ્વરૂપ કેમ અલંકાર ન ગણાય. એનું પ્રતિપાદન પહેલાં (કારિકા માં) કરી ચૂક્યા છીએ. હવે મુખ્યચેતન પદાર્થોના કાર્યમાં રહેલે રસ પણ અલંકાર્ય જ ગણાય, અલંકાર ન ગણાય, એવું પ્રતિપાદન કરવામાં આવે છે. ભામહ વગેરે પૂર્વાચાર્યોએ એને અલંકાર ગણે છે, તેનું હવે ખંડન. કરવામાં આવે છે
૧૧ રસવત અલંકાર નથી, કારણ, એમાં વસ્તુના પિતાના સ્વરૂપથી અલગ બીજા કશાની પ્રતીતિ થતી નથી તેમ શબ્દાર્થની સંગતિ પણ સચવાતી નથી.
રસવત્ અલંકાર નથી. પહેલાંના આચાર્યોએ જેને રસવત અલંકાર કહ્યો છે તે ખરું જોતાં અલંકાર જ નથી. શાથી? તે