________________
૩-૭]
વક્રોક્તિછવિત ૧૩ બતાવવા માટે નિરૂપેલી છે. ગાલને લગાડેલું “આ એવું વિશેષણ એણે પિતે અનુભવેલી ગાલની સુકુમારતાના ઉત્કર્ષનું દ્યોતક છે. આ રીતે જ ઉદ્દીપન વિભાવના નિરૂપણ દ્વારા જ કરુણ રસને રમણીયતાની પરાકાષ્ઠાએ પહોંચાડી શકાય છે.
વિપ્રલંભ શૃંગાર અને કરુણ એ બે રસ સુકુમાર છે એટલે એ બેનાં ઉદાહરણ અહીં આપ્યાં છે. બીજા રસનાં ઉદાહરણ જાતે સમજી લેવાં.
એ રીતે, ગૌણચેતન સિંહ વગેરેને જે બીજે પ્રકાર છે, તે આ રીતે કવિઓના વર્ણનને વિષય બને છે. કેવી રીતે? તે કે તેમની જાતિને સ્વભાવગત એવી ક્રિયાના ઉલેખથી શોભે એ રીતે. એટલે કે તે તે જાતિની જે સ્વભાવ અનુસાર ચેષ્ટા હોય તેનું વાસ્તવિક રૂપે નિરૂપણ કરવામાં આવે, તે ઉજજવળ કહેતાં તદ્વિદને આનંદ આપનાર બને છે. જેમ કે –
કોઈ વાર એ (સિંહ) પારિવાત્રિ પર્વતની ગુફારૂપી ઘરમાં આંખ મીંચીને, આગલા બે પગ એકબીજા ઉપર રાખી તેના ઉપર દાઢની કળીથી શોભતી દાઢી રાખી સૂતે.” ૩૦
અહીં પર્વતની ગુફામાં ઊંઘતા સિંહના પિતાની જાતિને અનુરૂપ આસનને ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
બીજું ઉદાહરણ– ગ્રીવાભંગે રૂપાળે વળી વળી દળ પૂઠે ધપતા રથે હૈ, પિટેલે પૂર્વકાર્ય શરપતનભયે પૂઠ ભાગેથી ઝાઝે, દુર્વા ચાવેલ અર્ધા શ્રમવિવૃત મુખેથી સર્યા વેરી માગે, જો, જે, લાંબી ફલેગે નભ મહીં ઘણું તે દોડતો અ૫ ભમે.” (અભિજ્ઞાનશાકુંતલ, ૧-૭) ૩૧
| (અનુ. શ્રી ઉમાશંકર જોશી) આ જ વાત બીજી રીતે સમજાવે છે–
૧૩