________________
૩-૭]
વક્રોક્તિજીવિત ૧૯૧ વિકમેવશીય’ના ચોથા અંકમાં ઉન્મત્ત પુરૂરવાનાં પ્રલાપવચને છે. જેમ કે –
કદાચ તે રોષે ભરાઈને પિતાની દૈવી શક્તિથી અદશ્ય થઈ ગઈ હશે, પણ તે લાંબો સમય કેપ કરતી નથી; કદાચ તે સ્વર્ગમાં ઊડી ગઈ હશે, પણ મારા પ્રત્યે તેને ખૂબ પ્રેમ છે, મારી સામેથી તેનું અપહરણ કરવાની તે દાનની પણ તાકાત નથી, છતાં તે મારી નજર આગળથી બિલકુલ અદશ્ય થઈ ગઈ છે એ કેવું કમનસીબ!” (‘વિક્રર્વશીય’, ૪–૨) ૨૫
અહીં રાજા પુરૂરવા પિતાની પ્રિયા ઉર્વશીના વિરહની વેદનાના આવેશમાં તેના ન દેખાવાનું કારણ સમજી શકતો નથી. એટલે પહેલા તે ઉર્વશીની સ્વાભાવિક સુકુમારતાને અનુરૂપ એક સંભવિત કારણની કલ્પના કરે છે, પણ તરત જ તે તર્કસંગત ન લાગતાં તેને છોડી દઈ તેના અદશ્ય થવાનું બીજું કારણ કપે છે અને તેનાથી પણ તેના ન દેખાવાને બરાબર ખુલાસો ન થતાં તે નિશ્ચિત નિરાશામાં ડૂબી જઈ મૂઢ થઈ જાય છે. આમ, અહીં વિપ્રલંભ શૃંગાર રસ પરિપષની પરાકેટિએ પહોચે છે. એ જ રસને આગળ બીજા કથી ઉદ્દીપિત કર્યા છે. જેમ કે –
“જે એ મૃગનયની મેઘવૃષ્ટિથી ભીની થયેલી રેતી વાળી વનભૂમિને પગથી અડી હોત તે તેના ભારે નિતંબને લીધે તેના પગલામાં પાછલે એડીને ભાગ ઊંડો અને આગલે ભાગ અળતાવાળો દેખાત.” (વિક્રમોર્વશીય, ૪-૬) ૨૬
આ લેકમાં જે તે કદાચ પૃથ્વીને અડી હોય એવી આશંકાથી તે પાછી મળવાને સંભવ પેદા થાય છે. પણ જો આવી હોત તે પાણીથી પિચી થયેલી રેતીવાળી વનભૂમિ ઉપર તેના નિતંબ ભારે હેવાને કારણે પાછલા ભાગમાં ઊંડાં અને આગલા ભાગમાં અળતાવાળાં તેનાં પગલાંની હાર દેખાત. પણ એ તે દેખાતી