________________
૩-૫, ૬].
વક્રોક્તિજીવિત ૧૮૯ | સુષ્ટિના પ્રારંભથી જ અસ્તિત્વ ધરાવતા રસ, વસ્તુસ્વભાવ અને અલંકાર આ કવિકૌશલ દ્વારા તદ્વિદાહૂલાદકારી નવીનતાને પામે છે.” ૨૪
આ બે અંતરક છે.
આમ, કાવ્યને ઉપગી શબ્દ, અર્થ અને અભિધા (કથનશૈલી) એ ત્રણેનાં સ્વરૂપ સમજાવ્યા પછી હવે વર્ણ વસ્તુનું વર્ગ કરણ કરે છે–
કાવ્યમાં વર્ણવેલા અપરિગ્લાન સ્વભાવ અને ઔચિત્યને કારણે સુંદર પદાર્થોનાં સ્વરૂપ છે. (૧) ચેતન અને (૨) જા.
કાવ્યનો વિષય બનતા પદાર્થોનાં સ્વરૂપ કહેતાં સ્વભાવનું અહીં વર્ગીકરણ કરવામાં આવે છે. એ પદાર્થોના બે પ્રકાર છે એવું વિદ્વાનોનું કહેવું છેઃ (૧) ચેતન અને (૨) જડ ચેતન એટલે જેમનામાં જ્ઞાન હોય એવા અર્થાત્ પ્રાણુઓ અને જડ. એટલે તે સિવાયના ચેતનશૂન્ય પદાર્થો. ધમીઓના આ બે પ્રકારને કારણે જ ધર્મના પણ બે પ્રકાર પડે છે. એ પદાર્થના સ્વરૂપને અપરિમ્યાન સ્વભાવ અને ઔચિત્યને લીધે સુંદર કપેલું છે. અપરિ
પ્લાન એટલે નવા પરિપષથી સુંદર એ જે સ્વભાવ એટલે કે વસ્તુને ધર્મ, તેનું ઔચિત્ય એટલે તે પ્રસંગે ઉપયોગી દેષરહિત સ્વરૂપ, તેને કારણે સુંદર એટલે કે તદ્વિદને આનંદ આપનાર.
આ જ બે ભેદોને અલગ અલગ વિચાર કરે છે–
એમાંથી પહેલા પ્રકારના દેવતા વગેરે અને સિંહ વગેરે એવા મુખ્ય અને ગૌણ એવા બે પ્રકાર પાહવામાં આવે છે.