________________
૧૯૦ વક્રોક્તિજીવિત
[૩-૭ પહેલાં ચેતન અને જડ એવા જે બે પ્રકાર પાડ્યા તેમાંના પહેલા એટલે કે ચેતન પદાર્થોને લગતા પ્રકારના બે ભેદ પાડવામાં આવે છે, કારણ, ત્રીજે ભેદ છે જ નહિ. એ બે ભેદ એટલે દેવતા વગેરેને મુખ્યચેતન વર્ગ અને સિંહ વગેરેને ગૌણચેતન વર્ગ. દેવતા વગેરેમાં દેવ, દૈત્ય, સિદ્ધ, વિદ્યાધર, ગંધર્વ વગેરેને સમાવેશ થાય છે અને તે મુખ્યતન કહેવાય છે. જ્યારે સિંહ વગેરેમાં સિંહ વગેરે બધાં પશુઓ અને પ્રાણીઓને સમાવેશ થાય છે અને તે ગૌણચંતન કહેવાય છે. એનું કારણ એ છે કે મુખ્યચેતનમાં બુદ્ધિ વગેરેનું જેટલું પ્રાધાન્ય હોય છે તેટલું ગૌણચેતનમાં હોતું નથી.
આમ, એક તે દેવતા વગેરે મુખ્યચેતનેનું એક સ્વરૂપ કવિતાવર્ણનને વિષય બને છે અને બીજુ પશુ પ્રાણુ પક્ષી સાપ વગેરે અમુખ્ય અથવા ગૌણચંતનું સ્વરૂપ કવિતાવર્ણનને વિષય બને છે. એ જ વાતને વિશેષ ફેડ પાડીને સમજાવે છે –
મુખ્યચેતન પદાર્થોનું વન અકિલષ્ટ રતિ વગેરેના પરિવેષથી સુંદર બને છે અને બીજા એટલે કે ગૌણુચેતના પદાર્થોનું વર્ણન તેમની જાતિને સ્વાભાવિક એવી ક્રિયાના ઉલેખથી ઉજજવલ બને છે.
મુખ્ય એટલે દેવ, દાનવ વગેરે જે ચેતન પદાર્થો છે તેઓ આવી રીતે સત્કવિઓના વર્ણનને વિષય બને છે. કેવી રીતે? તે કે અકિલષ્ટ રત્યાદિના પરિપષથી સુંદર બને એ રીતે. અહીં અક્ષિણ એટલે કે કલેશ વગર, ખેંચતાણ વગર સરલ રીતે સમજાય અને તાજગીને કારણે સુંદર લાગે એવા રતિ વગેરે સ્થાયી ભાવને પરિપષ એટલે કે શૃંગાર વગેરે રસત્યની પ્રાપ્તિ અર્થાત રસરૂપે આસ્વાદ ચગ્ય બનવું તે – કારણ, “સ્થાયી જ રસત્વને પામે છે એમ કહેલું છે. એને લીધે મનેહર લાગે એ રીતે એ મુખ્યચેતન પદાર્થોનું વર્ણન કવિઓ કરે છે. એનાં ઉદાહરણ