________________
૧૮૮ વક્રોક્તિજીવિત
[૩-૩, ૪ આ લેકમાં જેકે વસ્તુમાં સંભવે એ અને સહદ અનુભવી શકે એ હવભાવ જ માત્ર વર્ણવે છે અને તે પણ બહુ ઉચકેટિને નથી, તેમ છતાં એમાં વિરલ વિદગ્ધનાં હદયે જ અનુભવી શકે એવું, પદાર્થમાં લીન રહેલું, નવીન કલ્પનાને લીધે મનેહર, સૂફમ અને સુભગ કેઈ એવું સ્વરૂપ પ્રગટ થાય છે, જેને લીધે વાક્યવકતારૂપી કવિકૌશલને કોઈ અપૂર્વ પરમ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. કારણ, કવિકોશલ સિવાય એમાં બીજો કોઈ ચમત્કાર જોવા મળતું નથી. કવિકૌશલનિરૂપિત રસનું ઉદાહરણ –
એ સાહસી ક્ષત્રિયાના બચ્ચાને લેકે જે વર્ણવે છે તે જ તે સાચે જ હશે, વાત ખોટી નહિ હોય, પરંતુ લાંબા સમયથી દેવેની સેના સાથેનાં યુદ્ધોને વીસરી ગયેલા મારા બાહુઓ છાંટાભાર સમય માટે શૌર્યની ગરમીથી ઊપડેલી ચળ શમાવવા અધીરા થયા છે.” ૨૨
આ લોકને ઉત્તરાર્ધ પહેલા ઉમેષમાં ૪૭મા ઉદાહરણ તરીકે આવી ગયે છે (પૃ. ૪૩).
અહીં ઉત્સાહ નામે સ્થાયી ભાવ છે. એને આલંબન વિભાવ રામ છે. તેના સૌન્દર્યાતિશય એટલે કે પરાક્રમતિશયની પ્રશંસામાં જે કંઈ કહેવાયું છે તે બધું રાવણ સાચું માને છે. છતાં તે વિજય મેળવવાની ઈચ્છા સેવે છે. એની વિદગ્ધ કથનશૈલીના વૈચિત્ર્યથી એ ઉત્સાહ નામક સ્થાયી ભાવ અત્યંત પરિષિ પામીને રસ રૂપે આસ્વાદાય છે તેથી અહીં વાક્યવતારૂપ કેઈ અપૂર્વ કવિકૌશલ સૂચિત થાય છે. આ પહેલાંના પ્રકરણમાં આવી ગયેલાં બીજાં ઉદાહરણમાંના દરેકમાં, એ જ રીતે કહેવું છે જેનું જીવિત છે એવી વાક્યવકતા સહુએ જાતે જ સમજી લેવી.
આ (કવિ કૌશલ) પિતાને સ્વાભાવિક મહત્ત્વયુક્ત અને ઔચિત્ય ગુણ ધરાવતા વક્રતાના બધા પ્રકારને પણ ઉત્તેજિત કરવાને સમર્થ છે. ૨૩