________________
૧૦૦ વક્રોક્તિજીવિત
[૨-૩૩ “આંગળીથી નીચલે હોઠ ઢાંક્યો હોય એવું, મનાઈના શબ્દોથી બેબાકળું અને તેથી સુંદર લાગતું, વારેવારે ખભા તરફ વળતું એવું સુંદર પાંપણવાળાં નેત્રવાળા સુંદરીનું મુખ ગમેતેમ કરીને મેં ઊંચું તે કર્યું પણ ચુંબાયું નહિ.” (અભિજ્ઞાનશાકુન્તલ, ૩-૨૭) ૧૧૦
આ શ્લેકમાં, પ્રથમ મિલન વખતે જાગેલા અભિલાષથી વિવશ થયેલા પિતાના અનુભવની સ્મૃતિથી તે વખતનું નાયિકાના મુખચંદ્રનું સૌંદર્ય જેના ચિત્તમાં છપાઈ ગયું છે એવા નાયક(દુષ્યન્ત)ના, પહેલી વાર ચુંબન કરવામાં ચૂકી જવાથી જાગેલ પશ્ચાત્તાપના આવેશને વ્યંજિત કરતે તુ શબ્દ કેઈ અપૂર્વ વાયવકતાને ઉત્તેજિત કરે છે.
આ સિવાયની પ્રત્યયવક્રતા આવી પ્રત્યયાંતર વક્રતામાં સમાઈ જતી હોવાથી તેને જુદો નિર્દેશ કર્યો નથી, એટલે વાચકેએ પિતે જ સમજી લેવી જેમ કે –
એ(મેઘધનુષ)ને લીધે તારું શ્યામ શરીર મોરપીંછથી ભતા ગોપવેશધારી વિષણુના જેવી અત્યંત શોભા ધારણ કરશે.” (મેઘદૂત, ૧૫) ૧૧૧
આમાં, ‘તિતાને પ્રયોગ ખૂબ જ ચમકારક છે. એવી રીતે બીજી પ્રત્યયવક્રેતાઓ પણ મળતાં આવતાં લક્ષણવાળી વક્રતાને આધારે જાતે સમજી લેવી.
આમ, આ અનેક પ્રકારની શોભા (નામ, ક્રિયાપદ, ઉપસર્ગ અને નિપાત એવા) ચાર પ્રકારનાં પદોમાં રહેલી હોઈ વાક્યના એક ભાગમાં જીવિત રૂપે પ્રતીત થાય છે, તેમ છતાં આખા વાક્યની શેભાનું કારણ બને છે.
વક્રતાના અનેક પ્રકારોમાં કોઈ એક પણ કવિકર્મ કહેતાં કાચની તદ્વિદાહૂલાદકારિતાનું કારણ બને છે. ૧૧૨
આ અંતરકલેક છે.