________________
૩-૧]
વકૅક્તિજીવિત ૧૭૫ છે કે એ શબ્દ વાગ્ય-વાચક સંબંધથી એ અર્થને બંધ કરાવે એમ નહિ, પણ વ્યંજનાથી પણ બંધ કરાવી શકે. એટલે એને સાર એ થયો કે વસ્તુના સ્વભાવના સૌંદર્યનું વર્ણન કરવાના આવા પ્રસંગે ઉપમાદિ વાસ્થાલંકારોને ઝાઝો ઉપયોગ કરે ઉચિત નથી, કારણ, એથી વસ્તુના સ્વાભાવિક સૌંદર્યના અતિશયને હાનિ પહાચે છે.
અહીં કોઈ એ વાંધો ઉઠાવે કે તમે સહદયના હદયને આનંદ આપનાર જે સ્વભાવવર્ણનને વાચ્યવકતા અથવા વસ્તવક્રતા કહે છે, તેને જ પૂર્વાચાર્યોએ સ્વભાક્તિ નામે અલંકાર કહે છે. તે તમે એને દોષ કાઢવાનો અનુચિત પ્રયાસ શા માટે કરે છે? કારણ, તેમને મતે વસ્તુને જે સામાન્ય ધર્મ છે તે જ માત્ર અલંકાર્ય છે, અને એના અતિશયયુક્ત સ્વભાવસૌંદર્યનું જે પરિપષણ કરવામાં આવે છે તે અલંકારરૂપે પ્રતીત થાય છે. એટલે સ્વભાક્તિને અલંકાર માને એ જ તર્કસંગત છે. આમ જેઓ માને છે તેમનું ખંડન હવે કરવામાં આવે છે.
આ તમારી વાત બરાબર નથી, કારણ, કાવ્યરચના એ કંઈ ના છૂટકે ગમે તેમ પતાવવાની વસ્તુ નથી. કારણ, કાવ્યનું લક્ષણ જ એ છે કે તે તદ્વિદાલાદકરી હોય.
આને અર્થ એ છે કે વસ્તુના ગમે તેવા સામાન્ય અચમકારક ધર્મનું વર્ણન કરવું એ કાવ્યનું કામ જ નથી. કાવ્યે તે તઠિદાહલાદકારી ધર્મનું વર્ણન કરવાનું છે. જ્યારે તમે તે કહે છે કે કાવ્યને વચ્ચે વિષય વસ્તુને સામાન્ય ધર્મ છે. એમ જે હોય તે કાવ્ય તદ્વિદાલાદકારી બની જ ન શકે એ તમારા પક્ષને પહેલો દોષ છે.
એ ઉપરાંત, અનુત્કૃષ્ટ ધર્મયુક્ત વણ્ય પદાર્થને અલંકૃત કરશો તે તે અયોગ્ય ભીંત ઉપર ચીતરેલા ચિત્રની પેઠે શોભાજનક નહિ થાય. તેથી અત્યંત રમણીય સ્વાભાવિક ધર્મયુક્ત વસ્તુ જ વર્ણન માટે પસંદ કરવું જોઈએ, અને તેને યથાયોગ્ય ઔચિત્યપૂર્વક રૂપકાદિ અલંકારથી શેભાવવું જોઈએ. પણ વધારામાં એટલું