________________
૧૮૪ વાક્તિજીવિત
[૩–૩, ૪
,,
ઉત્પ્રેક્ષામાં અતિશય હાય છે.” (ભામહ, ૨-૯૧) ૧૪ વળી અતિશયાક્તિ વિશે ભામહે જ કહેવું છે કે“એના વિના અલંકાર કેવા ?” (ભામહ, ૨-૮૫) ૧૫
આમ, અતિશય ક્તિ બધા અલંકારાને અનુગ્રાહક એટલે કે ઉપકારક થઈ પડે છે. તેથી કોઈ એમ કહે કે અહીં મુખ્ય અલંકાર અતિશયાક્તિ છે તે તેથી કંઈ ફેર પડતા નથી.
કવિપ્રતિભાએ ઉત્પ્રેક્ષેલા અત્યત અસંભવિત પદાર્થોનું વર્ણન પણ આ ષ્ટિએ જ સંગત લાગે છે, સ્વતંત્ર રીતે નહિ. અથવા “હેતુપૂર્વક કરેલુ અલૌકિક વસ્તુનું વર્ણન તે અતિશયક્તિ” એવું ભામહનું લક્ષણ સ્વીકારીએ તે આ શ્લોકમાં પણ અતિશયાક્તિ જ છે એમ માનવું પડે. તેમ છતાં અહી પ્રસ્તુત રાજાના અતિશય સાધવા ઉપરાંત બીજી કશી વિશેષતા એથી સધાતી નથી.
પહેલાં (બીજા ઉન્મેષમાં) શબ્દની અને અહી (ત્રીજા ઉન્મેષમાં) અર્થની વક્રતાની સમજુતી આપ્યા પછી હવે (શબ્દ અને અથ મળીને બનતા) વાકયની વક્રતાનું નિરૂપણ કરવાને
આર.ભ કરે છે—
૩, ૪
(સુકુમાર, વિચિત્ર વગેરે) માગમાં ચેશાયેલા વ શબ્દ, અથ, ગુણ અને અલકારની સૌદચ સપત્તિથી જુદી જ અને એ રીતે કહેવુ એ જ જેને પ્રાણ છે, એવી વાચની વક્રતા જુદી જ હાય છે, સુંદર લક ઉપર દોરેલા ચિત્રના રંગાના સૌદય થી જુદા જ, ચિત્રકારના મન હરી લેનારા અતિવચનીય કૌશલના જેવુ કાવ્યકર્તાનું અનિવ ચનીય કૌશલ તે જ વાચવતા.
વાકયની વક્રતા એ જુદી જ વસ્તુ છે. અહીં વાકય એટલે પરસ્પર અન્વિત પદસમુદાય. એની વક્રતા શબ્દ વગેરેની વક્રતાથી જુદી જ છે. કારિકામાં બીજું કોઈ ક્રિયાપદ છે નહિ એટલે ‘છે’ ક્રિયાપદ અધ્યાહાર છે એમ સમજી અથ કરવા. સુકુમાર વગેરે