________________
૩-૩, ૪]
વક્રોક્તિછવિત ૧૮૫ માર્ગમાં જાયેલા વકે કહેતાં પ્રસિદ્ધ વ્યવહારથી જુદી રીતે વપરાયેલા શબ્દો, અથે, ગુણે અને અલંકારની જે શેભા તેને કરતાં જુદી જ આ વાક્યની વકતા હોય છે. કેઈ અનિર્વચનીય રીતે અપૂર્વ રીતે કહેવું એ જ એનું જીવિત સર્વસ્વ હોય છે.
એ વકતા કાવ્યકર્તાના કોઈક અલૌકિક કૌશલ કહેતાં નૈપુણ્ય રૂપ હોય છે. કવિનું અપૂર્વ કૌશલ તે જ વાક્યવકતા. ચિત્રની ઉપમાથી આ વાત સમજાવતાં કહે છે કે જેમ ચિત્રનાં ઉપકરણોના સૌંદર્ય કરતાં ચિત્રકારનું કૌશલ જુદું જ હોય છે તેમ. ફલક, આલેખ્ય અને વર્ણની છાયા વગેરેની જે મનહર શોભા તેના કરતાં એ જુદું જ તત્ત્વ છે. અહીં ફલક એટલે ચિત્રની આધારભૂમિ, જેના ઉપર ચિત્ર ચીતર્યું હોય તે, આલેખ્ય એટલે ચિત્રસૂત્રના નિયમાનુસાર દોરેલી રેખાઓથી થતી આકૃતિ. અને વર્ણ એટલે રંજક દ્રવ્ય. છાયા એટલે કાન્તિ.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ ચિત્રનાં ફલક, આલેખ, વર્ણ વગેરે સર્વ ઉપકરણથી અલગ અને ચિત્રમાં રજૂ કરેલા પ્રકૃત પદાર્થોને જીવનરૂપ ચિત્રકારનું કૌશલ અલગ રૂપે પ્રધાનપણે પ્રતીત થાય છે, તેમ માર્ગ, શબ્દ, અર્થ, ગુણ અને અલંકાર વગેરે બધા પદાર્થોથી જુદું, કાવ્યમાં વર્ણવેલા પ્રકૃત પદાર્થોને જીવનરૂપ, સહૃદયસંવેદ્ય કવિકૌશલરૂપ વકત્વ વાક્યમાં પ્રતીત થાય છે.
તેથી જ પદાર્થોને સ્વાભાવિક સૌદર્યના વર્ણનાં કે શૃંગાર વગેરે રસના વર્ણનમાં અને નાના પ્રકારના અલંકારોની યેજનામાં શેભા ઉત્પન્ન કરવામાં આ વાક્યવકતાને પરાકેટિને પરિપષ સહૃદયના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. પદ અને વાકયના એક ભાગમાં રહેશે જે કઈ વક્રતા-પ્રકાર હોય છે તે પણ કવિકૌશલને કારણે જ હોય છે. કારણ, યુગે જૂના પદાર્થોના સ્વભાવ અને અલંકારના પ્રકારે તેના તે રહેવા છતાં તેનાં નવાં નવાં ચમત્કારક રૂપાંતરે જોવા મળે છે તે પણ આ કવિકૌશલને જ કારણે મળે છે. માટે કહ્યું છે કે –
કાર્યોના આ ઉપકરણથી એ છે કે જેમ