________________
44 વક્રોક્તિજીવિત
| [૩-૨. કૌશલથી શોભતી. સહજ એટલે સ્વાભાવિક અને આહાર્ય એટલે શિક્ષણ, અભ્યાસ વગેરેથી મેળવેલું, અર્થાત્ કવિની સ્વભાવગત કવિ(વશક્તિ અને અભ્યાસ વગેરેથી મેળવેલી વ્યુત્પત્તિને કારણે પ્રૌઢ બનેલું એવું કૌશલ. તેના વડે શોભતી. વળી કેવી? તે કે નવી
હકલ્પનાને કારણે લોકપ્રસિદ્ધ પદાર્થોને ટપી જનારા પદાર્થને કિંજય કરતી. એવી જે વકતા તેણે કરેલી જે સૃષ્ટિ તે બીજા ધારની વસ્તુવક્રતા. આ બધાનું તાત્પર્ય એ કે કવિઓ વર્ણવવાના પદાર્થો નહિ હોય ત્યાંથી નવા ઉત્પન્ન નથી કરતા, તેઓ તે કેરળ સત્તામાત્રથી પ્રતીત થતા પદાર્થોને એવી કોઈ વિશેષતા અપે છે જેને લીધે તે સહુદયાલાદકારી રમણીયતાને પામે છે. માટે જ કહ્યું છે કે – $ “જે વસ્તુની અંદર રહેલું.” ૧૦ * આ શ્લોક બીજા ઉન્મેષમાં ૧૦૭મા ઉદાહરણ તરીકે આવી ગયું છે
ઉ. ૧૬૮).
- આ રીતે, સત્તામાત્રથી પ્રતીત થતા પદાર્થોમાં કોઈ અલૌકિક શોભાતિશય ઉત્પન્ન કરે એવા સૌંદર્યનું કથન કરવામાં આવે છે,
થી તે પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ આરછાદિત થઈ જાય છે, અને અપૂર્વ સૌંદર્યથી મન હરી લેનાર અને પિતાના જ તે ઝળહળતા રૂપે તે જ સમયે પ્રતીત થનાર કર્ણનીય પદાર્થના સ્વભાવનું સૌંદર્ય પ્રગટ થાય છે. એટલે કવિને વિધાતા કહે છે. કહ્યું છે કે –
“અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને જેમ રુચે છે તેમ આ વિશ્વ પલટાય છે.” (અગ્નિપુરાણ, અધ્યાય ૩૩૮ વન્યાલેક, ૩-૪૨) ૧૧
આમ, વર્ણનીય વસ્તુની વકતા બે પ્રકારની હોય છે(૧) સડજ (એટલે કે પ્રતિભા અથવા શક્તિથી ઉત્પન થયેલી) અને ૨) આહાર્યા (એટલે કે શિક્ષણ, અભ્યાસ વગેરેથી પ્રાપ્ત કરેલી વ્યતિથી ઉત્પન્ન થતી). એમાંથી જે આહાર્ય વકતા છે, તે