________________
૧૬૮ વક્તિછવિત
[૨-૩૩ જેમ કે –
જે વસ્તુની અંદર રહેલા સૂક્ષ્મ અને સુંદર તત્વને વાણી વડે બહાર કાઢે છે અને જે વાણીમાત્રથી આ મનહર જગતનું બહાર નિર્માણ કરે છે, એ બંને કવિવરને હું વંદન કરું છું. પણ જે એ બંનેના શ્રમને સમજે છે અને તેમના બેજાને હળવો કરવાની ક્ષમતા ધરાવે છે તેને એ બંને કરતાં પણ વધુ વંદન કરું છું.” ૧૦૭
અહીં વન્વેતા એ પ્રયોગમાં કવિના ચિત્તમાં કોઈ અપૂર્વ પ્રત્યયવક્રતા ઝબકી ઊઠતી લાગે છે. અને તેથી જ પહેલાંના બે કરતાં વિશેષતા સૂચવવા માટે પુનઃ (પણ) શબ્દને કવિએ ઉપયોગ કર્યો છે.
આવી રીતે, નામ અને આખ્યાત એટલે કે ક્રિયાપદમાંના પ્રત્યેકના પ્રકૃતિ અને પ્રત્યય એવા અવયવે જુદા પાડી તેમની સંભવિત વકતાઓનું નિરૂપણ કરી, હવે ઉપસર્ગ અને નિપાત એ અને અવ્યુત્પન્ન એટલે કે પ્રકૃતિ અને પ્રત્યય જેવા અવય વગરના હોઈ, એમનામાં વિભાગ સંભવતા ન હેઈ, અવયવરહિત અવિભક્ત ઉપસર્ગો અને નિપાતેની વક્રતાનું સામરિક રીતે નિરૂપણ કરે છે–
૩૩ જેમાં વાક્યના એકમાત્ર કાવતરૂપે રસાદિની વયજના ઉપસર્ગો અને નિપાત દ્વારા થતી હોય તે બીજા પ્રકારની પદવકતા છે.
એને અર્થ એ છે કે જેમાં ઉપસર્ગો અને નિપાતે વાક્યના એકમાત્ર વિતરૂપે શૃંગારાદિ રસોને વ્યંજિત કરતા હોય તે પદવક્રતાને પહેલાં કહેલા પ્રકારે કરતાં જુદો જ એક પ્રકાર છે. જેમ કે –
પણ સીતાનું શું થશે? અરેરે, દેવી, ધીરજ ધર. ૧૦૮