________________
૧૭૨ વક્ર:ક્તિજીવિત
[૨~૩૫
૩૫
વાણી રૂપી વેલીના પદ્મરૂપી પહલવામાં વસતી રસસપત્તિને અનુરૂપ અને વકતાથી જળહળની કાઈ અપૂર્વ ઉજવળ રોાભા પ્રકાશી રહી છે, તેને જોઈને વિદગ્ધ ભ્રમરા વાયરૂપી લેામાંનુ અત્યંત સુંગધચુક્ત સનાહર મધુ નવી ઉત્કંઠાથી અધીરા થઈને પાન કરી.
વાણી એ જ એક વેલી છે. તેમાંથી કેાઈ અલૌકિક વિøિત્તિ કહેતાં શૈાભા પ્રગટે છે. કેવી રીતે? તે કે પદો એટલે કે નામ, ક્રિયાપદ વગેરે પદો જ એનાં પાંદ્યડાં છે, તેને આશ્રયે રહીને. એ વિચ્છિત્તિ કેવી છે ? તે કે રસસંપત્તિને અનુરૂપ. વળી કેવી ? તા કે વકતાથી ઝળહળતી. વળી કેવી ? તે કે ઉજ્જવળ એટલે કે સૌંદર્યાતિશયને લીધે રમણીય. એ વિચ્છિત્તિને એ પ્રકારની જોઈને વિદગ્ધ કહેતાં ચતુર પુરુષરૂપી ભ્રમરો એનું મધુ પીએ એટલે કે એના મકરને આસ્વાદ લે. એ મધુ કેવું છે? તે કે વાકયરૂપી પુષ્પમાં રહેલું છે. વળી કેવુ ? તેા કે અત્યંત સુગ ંધયુક્ત. જેની સુગંધ ખૂબ ફેલાયલી છે એવું અને તેને લીધે મનેાહર. કેવી રીતે આસ્વાદ લે ? તા કે નવી ઉત્કંઠાથી અધીરા થઈને. ભ્રમરામાં વેલીઓને પહેલાં ફૂટેલાં પાન જોઇને વિશ્વાસ જાગે છે અને તે પછીથી ખીલનારાં કેામળ કુસુમેાના મધુનું પાન કરવાને મહાત્સવ માણે છે. તેવી જ રીતે, સહૃદય પદમાં રહેલી ફાઈ અપૂર્વ વક્રતાવિઋિત્તિ જોઈને નવી ઉત્કંઠાથી અધીરા મનના થઇને વાકયમાં રહેલી કોઈ અપૂર્વ વકતારૂપી જીવિતસર્વસ્વના વિચાર કરે છે, એવા અ છે. અહીં જે રસના ઉલ્લેખ કર્યો છે તેના બે અર્થ છે. પુષ્પપક્ષે ઋતુમાં પેદા થતા રસ અને કાવ્યપક્ષે શૃંગારાદિ રસ, વક્રતાના એક અથ બાલચંદ્રના જેવા સુંદર વેલીના વળાંકે અને કાવ્યપક્ષે ઉક્તિવૈચિત્ર્ય. વિચ્છિત્તિના અર્થ વેલીપક્ષે પાંદડાં સારી રીતે અલગ અલગ વહેંચાયેલાં હાવાં અને