________________
૨-૩૧, ૩૨]
વકૅક્તિજીવિત ૧૬૭
૩૧ જેમાં કાવ્યની શોભા માટે બંને પદમાંથી ઔચિત્યને કારણે કેઈ એક જ પદને ઉપયોગ થાય છે તેને ઉપગ્રહવકતા કહે છે.
અર્થાત્, કાવ્યની શોભા માટે જ્યારે આત્મને પદ અને પરમૈને પદ એ બંનેમાંથી વર્ણ વસ્તુના ઔચિત્ય અનુસાર કોઈ એક જ એટલે કે આત્મને પદ કે પરમૈપદ જ જવામાં આવે ત્યારે ઉપગ્રહવક્રતા કહેવાય. જેમ કે –
“બીજા મૃગે ઉપર બાણ છોડવા માટે તેણે કાન સુધી પહોંચેલી દઢ મૂઠી, ભયથી અત્યંત ચંચળ બની ગયેલી તેમની દષ્ટિ જોઈને પ્રૌઢ પ્રિયતમાનાં નયનેની લીલાનું સ્મરણ થતાં ઢીલી પડી ગઈ.” (રઘુવંશ, ૯-૫૮) ૧૦૬
આ દાખલામાં પ્રિયતમાનાં નેત્રની લીલાનું સ્મરણ થતાં તેનું ચિત્ત તેમાં પરવશ થઈ જાય છે અને તેને શારીર પ્રયત્ન પાછો પડતાં આપોઆપ જ મૂઠી છૂટી જાય છે. આ અર્થ કર્મને જ કર્તા બનાવતા આત્મને પદ પ્રયોગને લીધે સમજાય છે અને તેથી વાક્યમાં કઈ અપૂર્વ ચમત્કારક સૌંદર્ય આવે છે.
આમ, ઉપગ્રહવકતાનું નિરૂપણ કર્યા પછી એ પછી આવતી પ્રત્યયાન્તરવકતાનું નિરૂપણ કરે છે–
૩૨ જેમાં સામાન્ય પ્રત્યય ઉપરાંત આવતે બીજે પ્રત્યય કાચની કેઈ અપૂવ શેભામાં વધારે કરે તે બીજા પ્રકારની પ્રત્યયવકતા છે.
સામાન્ય રીતે લાગતા પ્રત્યય ઉપરાંતને “તર” “તમ” જે પ્રત્યય જ્યારે કાવ્યની શોભામાં વધારો કરે ત્યારે તે બીજા પ્રકારની પ્રત્યયવકતા કહેવાય.