________________
૨–૩૦]
વક્રોક્તિજીવિત ૧૬૫ તુ વયમ્ એવું બહુવચનનું રૂપ અંતરંગતાને અભાવ અને તાચ્ય સૂચવવા માટે વાપર્યું છે.
બીજું ઉદાહરણ–
- “હે મધુકર, અમે તે તત્વાન્વેષણમાં જ મરી ગયા, ખરે કૃતાર્થ તે તું છે.” (અભિજ્ઞાનશાકુન્તલ, ૧-૨૪) ૧૦૨
અહીં પણ આગલા ઉદાહરણની પેઠે તાટધ્ય જ સૂચિત થાય છે. ત્રીજુ ઉદાહરણ–
આંખે ખીલેલાં કમળનાં વન, અને બે હાથ સરેજોના ભંડાર છે.” ૧૦૩
આ વાક્ય પહેલા ઉન્મેષમાં ૬૪મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૧૦).
અહીં દ્વિવચનવાળા શબ્દો (ને અને પાળ) બહુવચનના શબ્દ (વનનાનિ અને સોનાવર) સાથે સમાન અધિકરણમાં વપરાયા હોઈ એ વચનની ફેરબદલી સહદના હદયને હરી લે છે. ચોથું ઉદાહરણ
“શાસ્ત્રો તે એની નવી આંખ છે.” ૧૦૪ આ શ્લેક આખો આ ઉન્મેષમાં ૨૯મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૧૨૦).
અહીં પણ આગલા ઉદાહરણની પેઠે એકવચનના અને બહુવચનના શબ્દોને સમાન અધિકારણમાં જવાથી વૈચિત્ર્ય સધાયું છે.
આમ, સંખ્યાવકતાનું નિરૂપણ કર્યા પછી, સંખ્યા સાથે પુરુષને સંબંધ હેવાથી, ક્રમ પ્રમાણે પુરુષવક્રતાનું નિરૂપણ કરે છે.
૩૦
જેમાં કાવ્યના સૌદર્ય માટે આત્મભાવ (પહેલો પુરુષ અને બીજો પુરુષ) અને પરભાવ (ત્રીજો પુરુષ) ઊલટસુલટ યોજવામાં આવે તે પુરુષવકતા જાણવી.