________________
૧-૧૯]
વક્રોક્તિજીવિત ૪૧ તેને પ્રવેશ કરવામાં આવે ત્યારે બીજા પ્રકારની પદપૂર્વાર્ધવક્રતા થાય. (એને અર્થ એ થયું કે પહેલે પ્રકાર ધમગત અતિશય તાને અને બીજો પ્રકાર ધર્મગત અતિશયતાનો બંધ કરાવે છે.) જેમ કે
આ રામ પિતાનાં પરાક્રમ અને ગુણને લીધે ત્રણે લેકમાં ભારે પ્રસિદ્ધિ પામેલા છે, અને જેમણે એક જ બાણ મારીને હારબંધ ઊભેલા વિશાળ તાડમાં પાડેલાં કાણાંમાંથી નીકળતા સાત સૂરે વડે ચારણ જે આ પવન પણ જેની કીર્તિ ગાય છે, તેને દેવ જે ન ઓળખે તે આપણું ભાગ્યે જ અવળું એમ જ સમજવું.” ૪૩
આ લેકમાં “રામ” શબ્દ લેકર શૌર્યાદિ ધર્મોના અતિશયના અધ્યાપ સાથે વાપર્યો છે એટલે એ વકતા સૂચવે છે.
ઉપર પદપૂર્વાર્ધવક્રતાના (પહેલા પેટા વિભાગના) બે પ્રકારે દર્શાવી તેમનાં ઉદાહરણ આપ્યાં છે, તેમાં પહેલામાં ધર્મ “રામ”ની કોઈ વિશેષતા સૂચવાય છે, જ્યારે બીજામાં રામના ધર્મ, શૌર્ય વગેરેની વિશેષતા સૂચવાય છે. એ એ બે વચ્ચેને ફેર છે.
(ખ) “પર્યાયવકતા એ પદપૂર્વાર્ધવકતાને બીજો પ્રકાર છે. કઈ વસ્તુ માટે અનેક શબ્દો ઉપલભ્ય હોય ત્યારે પ્રસ્તુત પ્રસંગને અનુરૂપ કોઈ એક જ શબ્દથી તેને ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આ બીજા પ્રકારનું ઉદાહરણ થાય. જેમ કે
ડાબી આંખ કાજળવાળી થઈ ગઈ છે અને છાતી પર મોટું સ્તન ઊગી નીકળ્યું છે, કમર એકાએક પાતળી થઈ ગઈ છે અને નિતંબને ભાગ અત્યંત વિસ્તાર પામે છે. સ્મરરિપુ(શિવ)ના શરીરને પહેલી જ વાર કાન્તા(પાર્વતી)ના શરીર સાથે ભળી જતું જોઈને (શિવના) ગણો એકદમ આશ્ચર્યચકિત થઈને વારે વારે જોવા લાગ્યા. એ શરીર તમારું રક્ષણ કરે.” ૪૪