________________
૮૪ વક્તિજીવિત
[૧-૪૩સમજૂતી આપતી વખતે આપવામાં આવશે. ઉપર આપેલાં બંને ઉદાહરણને એનાં ઉદાહરણ ગણી શકાય. અથવા આ ઉદાહરણ–
આંસુની ધારા તેના મુખચંદ્રની મનહર શોભાને હરી લેતી નથી, તેમ નિઃશ્વાસે તેના બિબાધરની મધુર કાન્તિને ઝાંખી પાડતા નથી. તારા વિરહમાં તેના કપિલની પાકાં લવલીનાં પાન જેવી કાતિ દિવસે દિવસે વધતી જાય. છે” (કવીન્દ્રવચનામૃત, ૨૭૫; સહુક્તિકર્ણામૃત, ૧૪૧; સુભાષિતાવલિ, પૃ. ૪૦; સુભાષિતરત્નકેશ, ૫૩૯) ૧૦૦
આ શ્લેકમાં, “તારા વિરહની વેદના છુપાવવા મહામહેનતે પ્રયત્ન કરતી તેને, આવા ભારે સંકટમાં પડેલી હોવા છતાં, વધુ તે શું કહું, આંસુ સારવાને કે નિસાસા નાખવાને પણ વખત. મળતું નથી, ફક્ત છુપાવી ન શકાય એવી તેના કપલની પાકાં. લવલીનાં પાન જેવી (પીળી) કાન્તિ રોજ રોજ વધતી જાય છે.” એવું તાત્પર્ય દૂતીની ઉક્તિમાંથી વાચથી જુદી (વ્યંજના) વૃત્તિ દ્વારા સમજાય છે. નાયિકાની આવી કાન્તિનું વર્ણન પ્રેમીની ઉત્કંઠાનું કારણ બને છે.
[૪૧] વિચિત્ર માર્ગનું વળી બીજી રીતે વર્ણન કરે છે કે જેમાં પદાર્થોને” વગેરે. જેમાં પદાર્થોને સ્વભાવ સ-રસ અભિપ્રાયવાળે એટલે કે રસથી ઊભરાતે હોય એ વર્ણવા હોય છે. શી રીતે? તે કે કેઈ કમનીય વૈચિત્ર્યથી પુષ્ટ કરીને, એટલે કે કે મનહર લેકોત્તર વૈદધ્યથી પરિપષ કરીને. કારિકામાં “ભાવ” શબ્દ વપરાય છે, તેના અર્થ બધા જ પદાર્થો એ થાય છે, માત્ર રત્યાદિ ભાવે જ નહિ. ઉદાહરણ–
“જેનામાં નવે ન કામવિકાર જન્મે છે એવી તે તરુણીએ રમતાં રમતાં જે સ્મિત કર્યું તે સાચે જ માત્ર સ્મિત નહતું. તે સ્મિતના પડદા પાછળ મૃગનયનીનું બીજું જ કાંઈ પ્રગટ થતું દેખાતું હતું. ૧૦૧