________________
૧૨૦ વક્તિજીવિત
[૨-૮, ૯ વિરહની વેદનાથી દુઃખમય સમયે પણ લગારે લજવાયા વગર પિતાના પ્રાણનું રક્ષણ કરવાની વિચક્ષણતા એ બતાવી શકે છે. વૈદેહી’ એ પદથી વર્ષાકાળના (મેઘ, બલાકા, મયૂર વગેરે) સુંદર પદાર્થોને જોઈને સ્વસ્થ રહેવાની તેની અશક્તિસૂચક તેના સ્વાભાવિક સૌમાર્યસુલભ કોઈ અલૌકિક કાતરત્વ સૂચિત થાય છે. અને એ (એટલે કે સીતાના સ્વાભાવિક સૌકુમાર્યસુલભ કારત્વ) જ પહેલાં કહેલાતજનકસુતા રૂપ સામાન્ય અર્થ)થી ભિન્ન (સૌમુમાર્યના અતિશયરૂ૫) વિશેષતાનું કથન કરનાર તુ (પણ) પદનું જીવિત છે.
આ દષ્ટાંતમાં શબ્દના વાચ્યાર્થમાંથી જેને બંધ ન થઈ શકે એવા ધર્મનું આરોપણ ગભિત છે. એ પહેલે પ્રકાર થયે.
જેમાં કોઈ વિદ્યમાન ધર્મના અતિશયને વાગ્યમાં ગર્ભિત આરોપ કરવામાં આવ્યું હોય એવું ઉદાહરણ–
પછી પૃથ્વીના ઈન્દ્ર દિલીપના પુત્ર રઘુએ નિર્ભયતાપૂર્વક હસીને ઈન્દ્રને કહ્યું, જે આ જ તારે નિશ્ચય હોય તે હથિયાર ઉઠાવ; રઘુને જીત્યા વગર તને સફળતા નહિ મળે.” (રઘુવંશ, ૩–૫૧) ૨૮
આ શ્લેકમાં “રઘુ શબ્દથી જેને પ્રભાવ સર્વત્ર અપ્રતિત છે એવા ઈન્દ્રના પણ આવા (અશ્વતરણરૂ૫) નિશ્ચયને નિષ્ફળ બનાવવાના સામર્થ્યને કારણે પોતાના કેઈ અપૂર્વ પૌરુષાતિરાયનું સૂચન થાય છે. જ્યાં વક્તા બીજે હોય એવું ઉદાહરણ–
એની આજ્ઞા ઈન્દ્ર પણ માથે ચડાવે છે. શાસ્ત્રો તે એની નવી આંખ છે, ભૂતપતિ પિનાકપાણિને એ ભક્ત છે, દિવ્ય નગરી લંકા એની રાજધાની છે, ખુદ બ્રહ્માના વંશમાં એ જન્મેલે છે. એ જે “રાવણ ન હોય તે એના જે બીજે વર મળે એમ નથી. પણ બધામાં બધા ગુણ ક્યાંથી હોય ?” (બાલરામાયણ, ૧-૩૬) ૨૯