________________
૧૨૮ વક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ સમજાય છે કે મહાપ્રલય પછી પૃથ્વીને ધારણ કરનાર શેષ એટલે કે શેષનાગ તમે જ છે. આ બંને ઉદાહરણે વન્યાલેક'માં પણ આવે છે.
આ ઉદાહરણમાં “યુગ” વગેરે શબ્દો પ્રસ્તુત અર્થને બંધ કરાવવા માટે જ વપરાયા હોવા છતાં અપ્રસ્તુત અને બેધ પણ કરાવી શકે છે, તેથી કોઈ અપૂર્વ કાવ્યસૌંદર્ય પ્રગટ કરે છે અને પ્રતીયમાન અલંકાર એટલે કે અલંકાર ધ્વનિ એવા નામને પાત્ર બને છે.
કારણ, આનંદવર્ધનને મતે એ અલંકારવનિનું ઉદાહરણ છે.
વિશેષણ લેષયુક્ત હોવાથી જ્યાં બીજી રમ્ય છાયાને સ્પર્શ લાગ્યું હોય એવું ઉદાહરણ–
અત્યંત સ્નિગ્ધ, મુગ્ધ અને ધવલ નેત્રોવાળા, વિદગ્ધ અને હાવભાવયુક્ત જેને જોઈને બધી સ્ત્રીઓ એમ સમજે છે કે શિવે જે મદનને ભસ્મ કરી નાખ્યું હતું તે (અમે જઈએ છીએ તે મદન નહિ હોય પણ જેને મદનફળ એટલે મીંઢળ લાગે છે તે મદન) કાષ્ઠ જ હોવો જોઈએ.” ૩૮
આ લેકમાં કાઠી એ વિશેષણ અહીં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે(નાયક)ના કરતાં કામદેવ નીરસ કહેતાં સૌંદર્યહીન છે એવું પ્રતિપાદિત કરી, બીજી રમ્ય છાયાને સ્પર્શ કરનાર શ્લેષની છાયાને કારણે સુંદર રચનાને બંધ કરાવે છે. અહીં એ મદન નામના વૃક્ષરૂપ અપ્રસ્તુત વસ્તુની પ્રતીતિ કરાવી રૂપકાલંકારની છાયાના સંસ્પર્શને લીધે કોઈ અપૂર્વ પર્યાયવક્રતા પ્રગટ કરે છે.
(૪) પિતાના સૌદર્યના ઉત્કર્ષને લીધે મનહર” હોય એવો પર્યાય વાપરે એ પહપૂર્વાર્ધવકતાને એક બીજો પ્રકાર છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જો કે જે વસ્તુનું વર્ણન કરવામાં આવે છે તે બીજી વસ્તુના વ્યંજક તરીકે આવી હોય છે, તેમ છતાં તેનું પિતાનું સ્વાભાવિક સૌદર્ય જ એટલું બધું હોય