________________
૧૫૮ વક્રોક્તિજીવિત
[૨-૨૪, ૨૫ સાગરમાં તરતાં કહ્યાં છે અને તે જાણે તરતાં તરતાં સામે પાર જવા મથે છે એવી કલ્પના છે. આ ચેતન પદાર્થમાં જ સંભવે એવા સદશ્યને આધારે ઉપચારથી તરુણીના અંગે તરે છે એવી ઉàક્ષા કરી છે. અને ઉàક્ષામાં મેટે ભાગે ઉપચાર જ તેના જીવિતરૂપ હોય છે, એ વાત ઉપેક્ષાને નિરૂપણ વખતે કહેવામાં આવશે.
“સ્તન અને નિતંબ વિકાસની પ્રઢતાને ખેલે છે' એમ કહ્યું છે એમાં સ્તન અને નિતંબને સચેતન પદાર્થ તરીકે પિતાના વિસ્તારના પ્રૌઢત્વને ખેલતાં માન્યાં છે. કેઈ સચેતન માણસ જેમ પિતાની કોઈ સાચવવા જેવી વસ્તુને સીલ મારીને અમુક સમય સુધી રાખી મૂકે છે અને યોગ્ય સમયે પોતે જ સીલ તેડીને ઉઘાડે છે, તે રીતે, એ કાર્યના સામ્યને કારણે, સ્તનનિતાબમાં ખેલવાની ક્રિયાને ઉપચાર કરવામાં આવ્યા છે. કહેવાનો મતલબ એ છે કે બાલ્યાવસ્થામાં જે શક્તિરૂપે અવ્યક્ત દશામાં રહેલું હતું તે (એટલે કે સ્તનનિતંબનું પ્રૌઢાવ એટલે કે વિસ્તાર) તારુણ્ય બેસતાં જ પ્રગટ થવાની તક પામે છે.
“આંખની લીલા સ્પષ્ટપણે સરળતાને સ્થાનભ્રષ્ટ કરે છે, અર્થાત્ બાલ્યાવસ્થામાં આંખમાં જે સરલતા રહેતી તેને પ્રગટ રીતે હઠાવી દઈને આંખના હાવભાવ નવયૌવનને અનુરૂપ કઈ અપૂર્વ સૌંદર્ય ધારણ કરે છે. જેમ કેઈ સચેતન માણસ કઈ બાબતમાં કઈ સુપ્રચલિત વ્યવહારને હઠાવી દઈને પિતાને મનગમતે કઈ બીજે વ્યવહાર તેની જગ્યાએ પ્રસ્થાપિત કરે છે, એ કિયાની સમાનતાને આધારે સુંદરીઓની આંખેની લીલામાંથી સરળતાને હઠાવી દેવાને ઉપચાર કરવામાં આવ્યું છે. આ રીતે, આ ઉપચારને લીધે, આ કલેકમની ત્રણે ક્રિયાઓ કોઈ અપૂર્વ વકતા કહેતાં સૌંદર્યને પામે છે. આ વાક્યમાં વકતાના બીજા પ્રકાર પણ પ્રત્યેક પદમાં સંભવે છે, તેને વિચાર બીજે પ્રસંગે કરીશું.