________________
૨-૨૪, ૨૫]
વકૅક્તિજીવિત ૧૫૭ ઊલટસૂલટ વેશભૂષા કરી સખીઓને હસાવી.” (કાવ્યમીમાંસા પૃ. ૬૯-૭૦) ૮૯
આ લેકમાં વેશભૂષા કરવી એ ક્રિયાને લગાડેલા વિકાસ મૂવિચાહસિકવનનમ (ઊલટસૂલટ વેશભૂષા કરી સખીઓને હસાવી એ રીતે) એવા વિશેષણને લીધે કોઈ અપૂર્વ સૌંદર્ય પ્રગટ થાય છે. કારણ કે અહીં મુખ્ય વણ્ય વિષય એ સ્ત્રીઓને પોતાના પ્રેમી તરફને અનુરાગ છે. અને આ રીતે આદર કહેતાં ઉત્સાહ પૂર્વક આભૂષણ ધારણ કરવાની ક્રિયા એ અનુરાગની વ્યંજક છે અને તેને સારી રીતે ઉત્તેજે છે. બીજું ઉદાહરણ
ચકિત હરિણીના જેવા આકર્ષક નેત્ર ત્રિભાગથી મારા તરફ જે કટાક્ષ ફેક્યો.” ૯૦
આ લેક પહેલા ઉન્મેષમાં ૪૦મા ઉદાહરણ તરીકે આવી ગયું છે (પૃ. ૪૪).
એની ચારુતા પહેલાં સમજાવી છે. આ ક્રિયાવિશેષણ ક્રિયાનું અને કારક એટલે કર્તાનું બંનેનું સૌંદર્ય વધારે છે. કારણ, વિચિત્ર ક્રિયા કરવી એ કારકનું વૈચિત્ર્ય છે.
(૪) કિયાચિત્ર્યવકતાને એ પ્રકાર એવે છે, જેમાં ઉપચારની મનહરતા હોય છે. ઉપચાર એટલે સાદશ્ય વગેરે સંબંધને આધારે બીજા ધર્મને અધ્યાપ કરે. એવા અધ્યાપથી ચારુતા આવે છે. જેમ કે–
“અંગો ઊછળતા નિર્મળ લાવણ્યના સાગરમાં તરતાં લાગે છે, સ્તન અને નિતંબ વિકાસની પ્રૌઢતાને ખોલે છે, અને આંખની લીલા સ્પષ્ટપણે સરળતાને સ્થાનભ્રષ્ટ કરે છે. અહ, આ મૃગનયનીને તારુણ્ય સાથે ગાઢ પરિચય થઈ ગયો છે.” (સદક્તિકર્ણામૃત, ૨-૧૧) ૯૧ આ લેકમાં તરુણનાં અંગોને “ઊછળતા નિર્મળ સૌંદર્યના