________________
૧ર વક્રોક્તિજીવિત
[૨-૨૭, ૨૮ વસંતત્રતુ હજી હમણાં જ શરૂ થઈ છે અને તેને લીધે પદાર્થોના સ્વાભાવિક સૌદર્યમાં વધારો થતાં તેઓ ઉદ્દીપન વિભાવનું કામ કરી રહ્યા છે, ત્યાં જ, વસંતની નામમાત્રની સહાય મળતાં અતુલ શક્તિ પ્રાપ્ત કરીને મદને રસિક હદને દુખ દેવાનું શરૂ કરી દીધું છે તેથી એ રીતે જોતાં તે, વસંતને વૈભવ જ્યારે પુરબહારમાં ખીલ્યું હશે ત્યારે માનિનીઓના માનસંગને કારણે અભિમાનથી પિતાની સ્વાભાવિક સૌંદર્ય સંપત્તિ પોષાતાં અને વિજય મેળવવાનો અવસર મળી જતાં, તે શું નહિ કરે એમ વિચારી, કામદેવના બાણોના પ્રહારથી ભયભીત થઈને અમે કપીએ છીએ એટલે કે ચકિત થઈ જઈએ છીએ – એમ કોઈ પ્રિયાવિરહથી પીડાતે રસિક પુરુષ કહે છે.
આ રીતે કળવકતાનું નિરૂપણ પૂરું કરી ક્રમ પ્રમાણે આવતી કારકવક્રતાનું નિરૂપણ કરે છે–
ર૭, ૨૮ જેમાં ભગીભણિતિની કેઈ અપૂવ રમ્યતાને પરિષ કરવા માટે, કારને ઊલટસૂલટ કરી ગૌણ કારકામાં મુખ્યત્વને અયારે અને મુખ્ય કારકમાં ગૌણત્વને અયારે૫ કરી, ગૌણ કારકને પ્રધાનરૂપે
જવામાં આવે તે કારક્વકતા કહેવાય.
કારકવકતામાં કારકોને ઊલટસૂલટ કરી નાખવામાં આવે છે, એટલે કે સાધનેને ઉલટાવી નાખવામાં આવે છે. એટલે કે ગૌણને મુખ્ય અને મુખ્યને ગૌણ બનાવી દેવામાં આવે છે. કેવી રીતે? તે કે મુખ્યની અપેક્ષાએ સાધન વગેરે જે કારક ગૌણ હોય તેને મુખ્ય તરીકે પ્રજવામાં આવે છે. કઈ યુક્તિથી ? તે કે તેમાં મુખ્યત્વને અધ્યારોપ કરીને. તે પછી મુખની શી વ્યવસ્થા? તે કે મુખ્યને ગૌણ તરીકે પ્રજવું. શા માટે ? તે કે સંગીભણિતિની કેઈ અપૂર્વ રમ્યતાને પરિપષ કરવા માટે.