________________
૨-૧૩, ૧૪]
વક્રોક્તિજીવિત ૧૩૫ “સ્નિગ્ધ અને શ્યામલ મેઘની કાન્તિથી આકાશ લીપાઈ ગયું છે.” ૪૫
અહીં આકાશ સ્નિગ્ધ અને શ્યામલ કાંતિથી લીપાઈ ગયું છે એમ કહ્યું છે એ કેવળ આલંકારિક પ્રયોગ છે. એને હેતુ કાન્તિની ગાઢતાને અતિરેક વ્યક્ત કરવાને છે. લીંપવાની ક્રિયા જેમાં લીપવાની શક્તિ હોય એવા નીલ વગેરે રંગદ્રવ્ય વડે જેને લેપી શકાય એવા વસ્ત્ર જેવા કોઈ પદાર્થ ઉપર જ થઈ શકે. અહીં લીંપાયેલું આકાશ અને એને લીપનાર કાન્તિ બંને અમૂર્ત છે. પણ આકાશ રંગાઈ ગયું છે એટલી જરા જેટલી સમાનતાને આધારે, શ્યામલતાને અતિશય વ્યક્ત કરવા માટે, ઉપચારથી, આકાશ સિનગ્ધ શ્યામલ કાન્તિથી લીપાઈ ગયું એમ કહ્યું છે. નિગ્ધ' શબ્દ પણ ઉપચારવકતા ધરાવે છે. જેમ કોઈ મૂતે વસ્તુ જઈ સ્પર્શી શકાશ એવા નેહન ગુણના સંબંધમાં આવતાં સ્નિગ્ધ (ચીકણી) કહેવાય છે, તેમ કાન્તિ અમૂર્ત હેવા છતાં ઉપચારથી તેને સ્નિગ્ધ કહી છે. બીજું ઉદાહરણ–
“જેમાં સેય ભેંકી શકાય એવા ગાઢ અંધકારથી કશું દેખી ન શકાય એવા રાજમા થઈને સ્ત્રીઓ પોતાના પ્રિયતમને ઘેર જતી હોય ત્યારે કસોટી ઉપરની સોનાની રેખા જેવી સ્નિગ્ધ વીજળીના ઝબકારથી તેમને માર્ગ બતાવજે; વરસીને ને ગર્જના કરીને બહુ અવાજ ન કરે, નહિ તે તેઓ ગભરાઈ જશે.” (મેઘદૂત, ૩૭) ૪૬
અહીં અંધકાર અમૂર્ત હેવા છતાં તેની અતિશયતા અને ગાઢતાને લીધે ઉપચારથી તેને સેય ભેંકી શકાય એ કહો છે, જે કોઈ મૂર્ત પદાર્થ વિશે જ યંગ્ય ગણાય. ત્રીજું ઉદાહરણ–
“મદમાતાં વાદળવાળું આકાશ, વર્ષોની ધારાઓથી ડોલતાં અર્જુનનાં વન, અને નિરહંકાર ચંદ્રવાળી રાત્રિ