________________
૨-૧૬]
વક્રોક્તિજીવિત ૧૩૮ક? તે કે એ અતિશય બે પ્રકાર હોય છે: (૧) પદાર્થના સ્વાભાવિક સૌંદર્યને ખીલવનાર અને (૨) અલંકારની શેભાને પિષનાર. જેમાં સ્વાભાવિક સૌંદર્ય ખીલ્યું હોય એવું ઉદાહરણ–
“રાત્રિ પૂરી થતાં, નવા નનક્ષતેમાં પસીને ભળતાં બળતરાને લીધે અધીર મીંચાઈ જતી, પ્રિયતમે જોરથી પકડીને ખેંચવાથી ખૂલી ગયેલી સુંદર અલકલટથી અધી ઢંકાઈ ગયેલી, સુરતના આનંદથી અવશ થઈ વિવિધ આસનેમાં મસળાવાથી આળસ અને લજજાભરી તથા મદ્યપાનને લીધે થેડી સફેદ અને થેડી લાલ એવી યુવતીની આંખો જય પામે છે.” ૫૧
આ લેકમાં યોજેલાં વિવિધ વિશેષણોની ખૂબીને લીધે યુવતીની. આંખનું સ્વાભાવિક સૌંદર્ય અદ્દભુત ખીલી ઊઠે છે. બીજું ઉદાહરણ
“બે હાથ વચ્ચે ગાલ રાખ્યા છે, ગાલ પરની પત્ર લેખા ઊભરાતાં આંસુથી ઘેરાઈ ગઈ છે, ચિત્તવૃત્તિ કાનમાં કેન્દ્રિત થઈ છે, – આમ એ તન્વી અહીં ગતધ્વનિ સાંભળી રહી છે.” પર ત્રીજું ઉદાહરણ–
સ્વચ્છ અને શીતલ ચંદ્રિકાથી વ્યાપ્ત, લાંબા સમયથી નિઃશબ્દ હોવાને કારણે મને હર દિશાઓ કોઈના હૃદયમાં શાંતિના તે કોઈના હૃદયમાં કામના ઉદયનું કારણ બની.” ૫૩ ક્રિયાવિશેષણવકતાનું ઉદાહરણ–
હાથીઓને રાજા, આખો મીંચીને, વનવાસના સ્વેચ્છાવિહારરૂપ મહોત્સવને સંભારવા લાગે.” ૫૪
આ બધાં ઉદાહરણેમાં વિશેષણો (નામ અથવા કિયાના) સ્વાભાવિક સૌંદર્યને ખીલવે છે.
વિશેષણ અલંકારની શોભામાં વધારો કરતું હોય એવું ઉદાહરણ