________________
૧૫૨ વક્તિજીવિત
[૨-૨૨, ૨૩ આવાં લક્ષણવાળી બીજા એક પ્રકારની લિંગવતા હોય છે. એમાં કઈ ચેકસ લિંગને એટલે કે ત્રણમાંથી કઈ એક જ લિંગને કવિની વિવક્ષા પ્રમાણે ઉપગ કરવામાં આવે છે. કેવી રીતે? તે કે બીજા લિંગનો પ્રયોગ થઈ શકતું હોય તે. શા માટે? તે કે વિચ્છિત્તિ કહેતાં શેભા, સૌંદર્ય સિદ્ધ કરવા માટે. શા કારણથી? તે કે વાયના એટલે કે વણ્ય વસ્તુના ઔચિત્યની દષ્ટિએ ગ્ય હોય છે માટે. મતલબ કે પદાર્થના ઔચિત્યને અનુસરીને. જેમ કે –
હે ભીરુ, તને રાક્ષસ રાવણ) જે માર્ગે થઈને લઈ જતે હવે તે માર્ગ, બોલવાને અશક્ત એવી આ લતાઓએ (રાવણ જે દિશામાં ગયે હવે તે દિશામાં) વળેલાં પાંદડાંવાળી પિતાની ડાળીઓ વડે મને કૃપા કરીને બતાવ્યું હતે.” (રઘુવંશ, ૧૩-૨૪) ૮૦
અહીં સંદર્ભ એ છે કે સીતાની સાથે રામ પુષ્પક વિમાનમાં બેસીને જતા હોય છે ત્યારે તેઓ પોતે જ પિતાનું વિરહદુઃખ કહી સંભળાવે છે કે “રાવણ તને એવી ઉતાવળમાં ઘાઘે થઈને જે માર્ગે થઈને લઈ ગયે તે માગે તેનાં અંગો સાથે અથડાવાથી લતાઓની સ્થિતિ આવી થઈ ગઈ. લતાઓની એ ઉન્મુખ સ્થિતિ તને જે માગે લઈ જવામાં આવી હતી તેનું અનુમાન કરવામાં કારણ બની.” આ વાત રમે ખૂબ સુંદર રીતે કહી છે કે “હે ભીરુ અર્થાત્ કમળ સ્વભાવને કારણે ગભરુ ચિત્તવાળી, એવાં ક્રૂર કર્મને કરનાર રાવણ તને જે માગે થઈ લઈ ગયે તે મને આ સામે પ્રત્યક્ષ દેખાતી લતાઓએ બતાવ્યું હતે.” તેઓ પિતે અચેતન હેઈ, ખરું જોતાં, માર્ગ બતાવવાનું સંભવિત નહતું, એટલે કવિને અહીં પ્રતીયમાન ઉસ્પેક્ષા અલંકાર અભિપ્રેત છે. જેમ કે, “તારા ભીરુત્વને, રાવણની ક્રરતાને અને તારું રક્ષણ કરવાનો પ્રયત્ન કરવાની મારી વ્યગ્રતાને વિચાર કરી સ્ત્રીસ્વભાવને લીધે કોમળ હદયની હોઈ, પિતાની જાતિની તારા