________________
૧૫૦ વક્રોક્તિજીવિત
[૨-૨૪ કોઈ ક્રિયાપદ છે નહિ. એ વક્રતા કેવી છે? તે કે જેમાં જુદાં જુદાં લિંગવાળા શબ્દો સમાનાધિકરણથી એટલે કે એક જ વિભતિમાં હોય એ રીતે એક જ વસ્તુને લાગુ પડતા હોય ત્યારે. કોઈ અપૂર્વ શોભા પ્રગટ થાય છે. જેમ કે –
જેના ઉપર પણછ ચડાવવાની ક્રિયાએ જ અનેકોનાં વીરદ્રત છેડાવી દીધાં છે, તે શિવધનુષ ઉપર મારે આ બે ભુજાઓ વડે બાણ ચડાવવાનું છે, એથી મને પિલું અનિજ સ્ત્રીરત્ન પાપ્ત થનાર છે, તેથી મારી આ વીસે આંખે ગેલમાં આવીને ખીલેલા કમળનું વન બની ગઈ છે.” (બાલરામાયણ, ૧-૩૦) ૭૬
આ લોકમાં દશાં વિરાતિઃ (વીસ આંખ) અને વનમ (ખીલેલાં કમળનું વન) એ બે ભિન્ન લિંગવાળા શબ્દો એક જ વિભક્તિમાં એક જ વસ્તુ માટે વાપર્યા છે તેથી અહીં લિંગવૈચિત્ર્યવક્રતા પ્રગટી છે. બીજું ઉદાહરણ–
“દક્ષિણાનિલે કલ્પલતાને હલાવીને તેના નવા પલ્લવેના નાના પંખાથી તેના વક્ષસ્થલ ઉપર બધાં અંગોને સુગંધિત કરતે અંગરાગ ભભરાવ્યા.” (બાલરામાયણ, ૭-૬૬) ૭૭
આ લેકમાં સર્વાન્ અને સૌરમમ્ એ બે શબ્દો નપુંસકલિંગના અને મારા શબ્દ પુંલિંગને છે, છતાં એ ત્રણે સમાનાધિકરણમાં એક જ વસ્તુ માટે વપરાય છે, તેથી અહીં લિંગવૈચિત્ર્યવક્તા પ્રગટી છે. ત્રીજું ઉદાહરણ
“તુઓએ મહામહેનતે તૈયાર કરેલી માળા તેના (વિષ્ણુના) ખભે પહેરાવતી વખતે, જેમાંથી મકરંદબિંદુ ટપકતાં હતાં એવાં લક્ષ્મીનાં કરકમળ સુંદર કર્ણપૂર બની ગયાં.” ૭૮
આ લેકમાં વરરવિન્દ્ર અને પૂરઃ એ બે ભિન્ન લિંગના શબ્દો એક વિભક્તિમાં વપરાયા છે તેથી અહીં લિંગવૈચિત્ર્યવક્રતા પ્રગટી છે.
લિંગવૈચિત્ર્યવક્રતાને એક બીજો પ્રકાર છે –