________________
૨-૨૨, ૨૩]
વક્રોક્તિજીવિત ૧૫૩ પ્રત્યે પક્ષપાતને કારણે એ લતાઓએ કૃપા કરીને માર્ગ બતાવ્યું. શાના વડે? તે કે વળેલાં પાંદડાંવાળી શાખાઓ વડે. કારણ, વાગિન્દ્રિય ન હોવાથી તેઓ બોલી શકે એમ નહોતી. જે કંઈ બોલ્યા વગર માર્ગ બતાવે છે તે સૌ તે દિશામાં હાથ ઊંચા કરી આંગળીઓ વડે જ બતાવે એ સમજી શકાય એવું છે. રઘુવંશમાં બીજો પણ એક ગ્લૅક આવે છે–
“મૃગલીઓએ પણ, મને તારા માર્ગની ચક્કસ ખબર નહતી એટલે દર્ભાકુરે ખાવાનું છોડીને, આંખની પાંપણે ઊંચી કરી દક્ષિણ દિશા તરફ નજર માંડી મને તેની જાણ કરી.” (રઘુવંશ, ૧૩–૨૫) ૮૧
લતાઓએ તને જે માર્ગે લઈ જવામાં આવી હતી તે મને બતાવ્યું હતું. પણ હું તે સમજી શક્યો નહોતે. એટલે તેમના કરતાં વધુ બુદ્ધિશાળી મૃગલીઓએ મને તે બતાવ્યું. એ મૃગલીઓએ તે કર દુઃખદાયક દશ્ય જોઈને એક જ દિશામાં નજર માંડી હતી. તેઓ પાંપણ ઊંચી કરીને દક્ષિણ દિશા તરફ નજર માંડીને ઈશારાથી એમ જણાવતી હતી કે તેને આકાશમાર્ગે દક્ષિણ દિશામાં લઈ જવામાં આવી છે.
આ બંને લેકમાં વૃક્ષ અને મૃગ વગેરે માટે પુલિંગ કે નપુંસકલિંગ નામે મળી શકે એમ હોવા છતાં કવિએ વર્યુ વસ્તુના ઔચિત્યને અનુસરીને સ્ત્રીલિંગનાં નામે જ વાપર્યા છે. કારણ, એ જ ચમત્કાર ઉત્પન્ન કરે એવાં છે. આથી એમાં કોઈ અપૂર્વ વકતા પ્રગટ થઈ છે.
આ રીતે વિભક્તિ પ્રત્યવાળા શબ્દોમાં સંભવતા નામરૂપ પદપૂર્વાર્ધની વક્રતાને યથાસંભવ વિચાર કરી, હવે વિભક્તિના અને ક્રિયાપદને લાગતા પ્રત્યવાળા શબ્દોના ધાતુરૂપ પદપૂર્વાર્ધની વક્રતાને વિચાર કરે છે. એની વકતા ક્રિયાચિને કારણે જ હોય છે. તેથી ક્રિયાચિચના જ કેવા અને કેટલા પ્રકાર સંભવે છે તે, તેના સ્વરૂપનિરૂપણ માટે, કહે છે—