________________
૨-૨૧]
વતિજીવિત ૧૪૯ બીજી કોઈ પણ રીતે જેનું વર્ણન ન થઈ શકે એવી રમણીયતા. તેને લીધે પ્રાપ્ત થતી વકતા કહેતાં શોભા તે ભાવચિત્ર્યવકતા. એ વકતા કેવી? તે કે જેમાં ભાવ કહેતાં ક્રિયા સિદ્ધરૂપે એટલે કે બની ચૂકી હોય એ રૂપે વર્ણવવામાં આવી હોય. શું કરીને? તે કે સાધ્યતાને પણ અનાદર કરીને એટલે કે કિયા હમેશાં નિષ્પાદ્યમાન એટલે કે ચાલુ થતી અવસ્થામાં જ હોય છે એ ખૂબ જાણીતી વાત છે. તેને પણ અનાદર કરીને. કહેવાનું તાત્પર્ય એ છે કે કિયા હજી સિદ્ધ થઈ નથી, થવાની છે એવું કહેવાથી પ્રસ્તુત અર્થ દુર્બળ રહેતા હોય ત્યારે તે ક્રિયા સિદ્ધ થઈ છે, પૂરી થઈ ચૂકી છે એમ કહેવાથી પ્રસ્તુત અર્થને પૂરત પરિપષ થાય છે. જેમ કે –
“નિઃશ્વાસના આયાસથી અધરની કાતિ મલિન થઈ ગઈ છે, કેળ જેવી બે બાહુલતા એવી પાતળી થઈ ગઈ છે કે બાજુબંધ કેયૂર બની ગયા છે, કપિલની કાન્તિ ફિક્કી પડી ગઈ છે અને અત્યંત આંસુ વહેવાને લીધે આંખના ખૂણા એવા તે લાલ થઈ ગયા છે કે જેથી કામદેવને પ્રતાપ ખૂબ વધી ગયું છે.” ૭૫
અહીં ક્રિયાઓને સિદ્ધ થઈ હોય એ રીતે વર્ણવી છે તે ખૂબ જ ચમત્કારક લાગે છે.
આમ, ભાવવકતાનું નિરૂપણ કરી પ્રાતિપદિક એટલે નામની અંદર રહેલી લિંગવકતાનું નિરૂપણ કરે છે –
જેમાં ભિન્ન લિંગવાળા શબ્દો સમાનાધિકરણથી વપરાવાને લીધે કેઈ અપૂર્વ શેભા ઉત્પન્ન થાય છે, તે લિંગચિવકતા કહેવાય છે.
એમાં સ્ત્રી વગેરે લિંગને વિશિષ્ટ રીતે ઉપયોગ કરવાથી વિકતા કહેતાં શોભા ઉત્પન્ન થાય છે. કારિકામાં “ઉત્પન્ન થાય છે.” એ ક્રિયાપદ અધ્યાહાર છે એમ ગણવું જોઈએ, કારણ, બીજું