________________
૧૪૦ વક્રોક્તિજીવિત
[૨-૧૬ “ચંદ્રની શોભાને તિરસ્કાર કરનાર—” ૫૫ આ શ્લેક આ જ ઉન્મેષમાં ૪૪મા ઉદાહરણ તરીકે આવ્યા છે. (પૃ. ૧૩૨), ત્યાં છે. એમાં અહીં ઉતારેલા વિશેષણથી પ્રતીયમાન ઉલ્ટેક્ષા અલંકારની શોભા પરિપષ પામે છે.
આ વિશેષણવકતા જ પ્રસ્તુત ઔચિત્ય અનુસાર બધાં ઉત્તમ કાવ્યના જીવિત રૂપે જોવા મળે છે. કારણ કે એને લીધે જ રસ પરમ પરિપષ પામે છે. જેમ કે –
બે હાથ વચ્ચે—” પ૬ આ શ્લેક આ જ ઉન્મેષમાં પરમા ઉદાહરણ તરીકે આવ્યો છે (પૃ. ૧૩૯), ત્યાં જે.
જેની પિતાની ખૂબીથી રસ, વસ્તુ તેમ જ ક્રિયાને સ્વભાવ અને અલંકાર લે કેત્તર સૌંદર્યને પામે તેવું જ વિશેષણ પ્રજવું.” પ૭
આ અંતરલૅક છે.
આમ, વિશેષણવકતાને વિચાર કર્યા પછી ક્રમાનુસાર સંવૃતિવિકતાને વિચાર કરે છે––
જેમાં કથનનું વૈચિય સાધવા માટે કેઈ સર્વ. નામ વગેરેથી વસ્તુને ઢાંકી દેવામાં આવે તેને સંકૃતિવકતા કહેવાય.
સંવૃતિવકતા એટલે સંવૃતિથી સધાતી વક્રતા, અથવા સંવૃતિપ્રધાન વકતા, એમ બે રીતે સમાસને વિગ્રહ થઈ શકે. એમાં વર્ય વસ્તુને ઢાંકી દેવામાં આવે છે. એમાં હેતુ કથનનું વૈચિત્ર્ય કહેતાં સૌદર્ય સાધવાને હોય છે. એને લીધે વણ્ય વસ્તુ અપૂર્વ સૌંદર્ય પ્રાપ્ત કરે છે. એમાં સાધન સર્વનામ વગેરે હોય છે. વગેરેમાં આ હેતુ સાધી શકે એવા કોઈ અપૂર્વ શબ્દોને સમાવેશ થાય છે.