________________
૧૩૮ વક્રોક્તિજીવિત
[૨-૧૫ વ્યંગ્યરૂપે મનમાં રાખીને તેના જેવા લક્ષણની સમાનતાને આધારે કોઈ બીજા જ પદાર્થનું વર્ણન કરતા જોવામાં આવે છે. જેમ કે –
હે હરણ, એક તારામાં જ ત્રણે લેકને આશ્ચર્યચકિત કરનાર અપૂર્વ મહિમા જોવા મળે છે; આકાશમાં ચંદ્રની મૂતિ એ તારા વિહારની વનભૂમિ છે, અને અમૃત કરતાં તેનાં કિરણે એ તારે ચારે છે.” ૫૦
(આ લેકમાં દેખીતી રીતે તે ચંદ્રમાંના હરણનું વર્ણન છે, પણ એ દ્વારા લોકોત્તર મહિમાવાળી કોઈ બીજી વ્યક્તિનું વર્ણન કરવાને કવિને અભિપ્રાય છે. એ રીતે આ અન્યક્તિ છે.) એમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત બંનેમાં રહેલા કેત્તરત્વરૂપ સામાન્ય ધર્મને આધારે પ્રધાનપણે પ્રતીમાતરૂપ વિવક્ષિત વસ્તુમાં અભેદપચારથી તે (હરિણત્વ)ને આરેપ કરવામાં આવે છે. આમ, એ બે (રૂપક અને અપ્રસ્તુતપ્રશંસા) અલંકારમાં ઉપચારવકતા જ જીવિતરૂપ છે, તેમ છતાં, રૂપક વારય હોય છે અને અપ્રસ્તુતપ્રશંસા વ્યંગ્ય હોય છે, એટલે એ બે વચ્ચે ભેદ છે. આ વાત એ બંનેનાં સ્વલક્ષણની વ્યાખ્યા વખતે સ્પષ્ટ થશે.
[૩] આ પ્રમાણે ઉપચારવકતાનું વિવેચન પૂરું કર્યા પછી ક્રમ પ્રમાણે વિશેષણવક્રતાનું વિવેચન કરે છે–
૧૫
જેમાં વિશેષણની ખૂબીને કારણે ક્રિયા કે કારક સૌદર્ય ખીલી ઊઠતું હોય તે વિશેષણવતા કહેવાય,
જેમાં સૌંદર્ય ખીલી ઊઠતું હોય તે વિશેષણવક્રતા કહેવાય. શાનું? તે કે ક્રિયારૂપ વસ્તુનું અને નામરૂપ વસ્તુનું. શાને લીધે ? તે કે વિશેષણની ખૂબીને લીધે. ક્રિયા અને નામ એ બંનેના ભેદક લક્ષણરૂપ જે વિશેષણ તેની ખૂબી કે અતિશયને લીધે. એ અતિશય