________________
૨–૧૬ ]
વક્રોક્તિજીવિત ૧૪૧
આ સંવ્રુતિવકતાના અનેક પ્રકારે સંભવે છે.
(૧) જેમાં કાર્ય અત્યંત સુ ંદર વસ્તુનું વર્ણન થઈ શકે એમ તા હાય, પણ તેમ કરવાથી તે રખેને મર્યાદિત થઇ જાય એટલા માટે, સામાન્યવાચક સર્વનામથી તેને ઢાંકી દઈ, તેના કાર્યનું કથન કરનાર અને તેના અતિશયનું સૂચન કરનાર બીજા વાકચ વડે તેની પ્રતીતિ કરાવવામાં આવતી હાય (તે સંવ્રુતિવકતાને પહેલા પ્રકાર ગણાય). જેમ કે—
પેાતાના પિતા લગ્ન કરવાને ઇચ્છે છે એ જોઈને તે નાની ઉંમરના જુવાને (ભીષ્મે) કરવા જેવું કર્યું, જેથી કામદેવ પુષ્પચાપની અણી ઉપર ગાલ મૂકીને ક'ઈક વિચારમાં પડી ગયા.” ૫૮
અહીં, સદાચારપ્રવણ હાઇને, ગુરુજન પ્રત્યેની આંતરિક ભક્તિને કારણે, લેાકેાત્તર ઉદારતાના ગુણ ધરાવનાર અને વિવિધ વિષયાના ઉપભાગ પ્રત્યે વિરક્ત મનવાળા શાન્તનુપુત્ર ભીષ્મે, માની ન શકાય એવું હાવા છતાં, પોતાની ઇન્દ્રિયા સંયમમાં રાખી, એમ કહી શકાત, તેમ છતાં, કવિએ સામાન્યવાચક સર્વનામથી એને ઢાંકી દઈ ખીજા કાર્યનું વર્ણન કરનાર બીજા વાકયથી એની પ્રતીતિ કરાવી છે, તેથી એમાં કોઇ અપૂર્વ ચમત્કારકારિતા પ્રગટ થઈ છે.
(૨) સંવ્રુતિવકતાનેા એક બીજો પ્રકાર એવા છે, જેમાં પોતાના સ્વાભાવિક સૌંદયની પરાકાષ્ઠાએ પહોંચેલી કઇ વસ્તુની વિશેષતા શબ્દોથી વર્ણવી શકાય એવી નથી એમ જણાવવા, તેને સનામથી ઢાંકી દઈ, તેના કાર્યાંનું વર્ણન કરનાર અને તેની વિશેષતાને વ્યક્ત કરનાર બીજા વાકય વડે તેને પ્રગટ કરવામાં આવે છે. જેમ કે—
પછી મધુરિપુ કૃષ્ણ દ્વારકા ચાલ્યા જતાં, તેમણે ઝંપાપાત કરવાને લીધે નમી ગયેલી યમુનાને કાંઠે ઊગેલી વેતસલતાને પકડીને ઉત્કંઠિત રાધાએ ઊભરાતાં આંસુથી રૂધાયેલા અને ગળગળા કંઠે તારસ્વરે તે ગીત ગાયું, જે