________________
૧૪ર વક્રોક્તિજીવિત
[૨-૧૭ સાંભળીને પાણીમાં રહેતાં જળચર પ્રાણીઓ પણ વ્યાકુળ બનીને રહેવા લાગ્યાં.” ૫૯
આ લેકમાં (તે ગીતમાંના તે) સર્વનામથી ઢંકાઈ ગયેલું - (રાધાને કરુણરસાત્મક ગીતના ઉત્કર્ષરૂપ) વસ્તુને (જેને સાંભળીને
પાણીમાં રહેતાં જળચર પ્રાણીઓ પણ વ્યાકુળ બનીને રેવા લાગ્યાં : -એ) તેના કાર્યનું કથન કરનાર બીજા વાક્ય વડે પ્રગટ કર્યું છે, તેથી એ સહદને આનંદ આપે એવું બન્યું છે. એવું જ બીજું ઉદાહરણ–
“હે કૃષ્ણ, રૂંધાયેલા અને ગદ્ગદિત કંઠે વિશાખા એવું તે રડી કે લેકને થયું કે જન્મ પણ કેઈએ કેઈના પ્રેમમાં ન પડવું.” ૬૦
આમાં પૂર્વાર્ધમાં ઢાંકેલું રુદનરૂપ વસ્તુ તેના અતિશયનું કથન કરનાર બીજા વાક્યથી કહીને સહુદાને આનંદ આપે તેવું બનાવી દીધું છે.
(૩) સંવૃતિવકતાને ત્રીજો એક પ્રકાર એ છે, જેમાં અતિશય સુકુમાર વસ્તુ તેના કાર્યના અતિશયનું કથન કર્યા વગર જ ફક્ત હંકાવાને લીધે જ રમણીય બની જઈ પરાકાષ્ઠાએ પહોંચે છે. જેમ કે
“દર્પણમાં સંગનાં ચિહ્નો જેતી પાર્વતીએ પિતાની પાછળ બેઠેલા પ્રિયતમને (દર્પણમાં) પિતાના પ્રતિબિંબ પાસે જોઈને લજજાથી શું શું ન કર્યું ?” (કુમારસંભવ, ૮-૧૧) ૬૧
અહીં પાર્વતીની ક્રિયાઓને “શું શું” એ સર્વનામથી ઢાંકી દીધી છે એટલા માત્રથી તે રમણીયતાની પરાકાષ્ટાએ પહોંચી ગઈ છે.
() સંવૃતિવક્રતાને એથે પ્રકાર એ છે, જેમાં કોઈ વસ્તુ જાત અનુભવે જ સમજાય એવી છે, વાણીથી કહી શકાય એવી નથી, એવું જણાવવા તેને ઢાંકવામાં આવે છે. જેમ કે –
તે વણે આજે પણ મારા હૃદયમાં કંઈક વનિત કરી રહ્યા છે.” ૬૨