________________
૨-૧૩, ૧૪]
વકૅક્તિજીવિત ૧૩૩ પણ છે. કારણું, બધાં જ કમળની શોભા ચંદ્ર શેભાથી તિરસ્કૃત થાય છે. પણ ચંદ્રની શોભાને પણ તિરસ્કાર કરનાર તારા વદન કમળથી એ કમળે યોગ્ય રીતે જ પરાજિત થઈ ઝાંખાં પડી જાય છે. આમ, વ્યંગ્ય ઉપ્રેક્ષારૂપ અલંકારની શેભાને અતિશય પ્રગટ થાય છે.
આમ, પર્યાયવકતાનું નિરૂપણ કર્યા પછી ક્રમાનુસાર ઉપચારવકતાનું નિરૂપણ કરે છે
૧૩, ૧૪ જેમાં પ્રસ્તુત પદાથથી ઘણું દૂરના પદાર્થની સહેજ પણ સમાનતાને કઈ ધર્મના અતિશયના પ્રતિપાદન માટે ઉપચાર કે ગણવૃત્તિથી વર્ણવવામાં આવે, અને જેને લીધે રૂપકદિ અલંકાર સરસતાને પામે છે, તેમાં ઉપચાર પ્રધાન હેવાને કારણે, ઉપચારવકતા કહેવાય છે.
ઉપચારવકતા એ વકતાને એક પ્રકાર છે. એમાં ઉપચાર પ્રધાન હોય છે. એનું સ્વરૂપ કેવું હોય છે? તે કે એમાં વર્ણ પદાર્થમાં કોઈ કહેવા ધારેલા સામાન્ય ધર્મનું આરોપણ કરવામાં આવે છે. એમાં પ્રસ્તુત વર્ણ પદાર્થ અને અપ્રસ્તુત પદાર્થ વચ્ચે ઘણું અંતર હોય છે.
અહીં કોઈ એવો વાંધો લે કે વણ્ય વસ્તુ તે અમૂર્ત હોય છે એટલે તેને દેશગત અંતર સંભવતું નથી. કાલગત અંતર પણ ન જ હોય, કારણ, તે ક્રિયાશ્રિત હોય છે. જોકે વણ્ય વસ્તુ કિયા સ્વરૂપ અને કારકસ્વરૂપ બંને પ્રકારનું હોઈ શકે છે, તેમ છતાં તેમાં દેશગત કે કાલગત વ્યવધાન હોઈ શકતું નથી, કારણ કે અનુમાનની પેઠે શબ્દ મારતે પદાર્થના સામાન્ય સ્વરૂપને જ બંધ થઈ શકે છે, વિશેષને નહિ. તે પછી પદાર્થો વચ્ચે અંતર હોય છે એમ જે કહ્યું છે તેનું સમર્થન શી રીતે થઈ શકે?