________________
૧૩૨ વક્રોક્તિજીવિત
રિ-૧૦, ૧૧, ૧૨ મૂળમાં “ગોપા શબ્દ વાપરે છે. એ સમાસને બે રીતે વિગ્રહ થઈ શકે. તૃતીયા સમાસ તરીકે અને ષષ્ઠી સમાસ તરીકે.. આમ એના બે અર્થ થાય. તૃતીયા પ્રમાણે વિગ્રહ કરતાં અલંકાર વડે એટલે કે રૂપક વગેરે અલંકાર વડે જે બીજા પ્રકારની શોભા ઉત્પન્ન થાય છે તેને કારણે મને હર અર્થાત્ હૃદયને આનંદ આપનાર, જેની રચના છે એ. ષષ્ઠી પ્રમાણે વિગ્રહ કરી એ તે અલંકારને. એટલે કે ઉલ્ટેક્ષા વગેરે અલંકારને જે ઉપસંસ્કાર એટલે તેમાં. ઉમેરેલી જે બીજી શેભા તે વાળો. તૃતીયાસમાસ અનુસારનું ઉદાહરણ–
“જે લીલા સમયે તાડને પંખો બને છે, જે કેલિ સમયે (તેલ, વાટ, વગેરે) ઉપાધિ વગરને દીપ બને છે, ક્રોધની રમત વખતે જે હથિયાર બને છે, હોઠ ઉપર દાંતથી થયેલા ઘા માટે મલમ બને છે, જે શણગાર વખતે દર્પણ બને છે, થાકીને સૂતી વખતે દેવીના ગાલનું ઉશીકું બને છે, તે શિવની જટામાંના કંદલી પુષ્પ સમે ચંદ્ર તમારી વિપત્તિઓને દૂર કરે.” ૪૩
આ લેકમાં તાડના પંખા વગેરેની સાથે કાર્ય વગેરેની સમાનતાને કારણે અભેદોપચારથી રૂપકાલંકારની યેજના બધા જ પર્યાની શોભા વધારનાર તરીકે કરવામાં આવી છે. ષષ્ઠીસમાસ અનુસારનું ઉદાહરણ–
“હે દેવી, જે, ચંદ્રની શેભાને તિરસ્કાર કરનાર તારા વદન કમળથી પરાજિત થયેલાં કમળ એકાએક ઝાંખાં પડી જાય છે.” (રત્નાવલી, ૧-૨૫) ૪૪
આ લેકમાં સાંજને વખતે સ્વાભાવિક રીતે જ કમળો ઝાંખાં પડી જાય છે. એ ઘટનાને પ્રિયતમાની ખુશામત કરતા ચતર નાયકે એવી રીતે ઘટાવી કે નાયિકાના મુખ સાથેની સરખા. મણીમાં સુંદરતાની બાબતમાં કમળ હારી જવાથી ઝાંખાં પડી ગયાં છે. આમ, વ્યંગ્ય ઉક્ઝક્ષાલંકાર સર્જાય છે. અને એ તર્કસંગત