________________
૧૩૪ વકૅક્તિછવિત
[૨-૧૩, ૧૪ અહીં જે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તેનું સ્વરૂપ આવું છે? કવિ જેનું વર્ણન કરે છે તે પદાર્થો તે કાલ્પનિક હેઈ અમૂર્ત હોય છે. અને તેથી તેમની વચ્ચે દેશગત અંતર ન સંભવે, વળી કાલગત અંતર પણ ન સંભવે, કારણ, તે ક્રિયાશ્રિત હોય છે. અને કવિએ વર્ણવેલા કાલ્પનિક પદાર્થો ક્રિયાને આશ્રય બની શકે કારણ તે અમૂર્ત હોય છે.
અહીં સામો પક્ષ કદાચ એમ કહે કે કવિના વર્ણવેલા પદાર્થો ક્રિયાસ્વરૂપ અને કારણ કહેતાં કર્તાસ્વરૂપ પણ હોઈ શકે છે. તે એને જવાબ એ છે કે આપણને શબ્દ મારફત પદાર્થોને જે બંધ થાય છે તે અનુમાનથી થતા બેધની પેઠે સામાન્ય સ્વરૂપનો હેય છે, વિશેષ સ્વરૂપને હેતો નથી. એટલે તેમાં દેશકાલભેદે આવતી વિશેષતાને સમાવેશ હતા નથી. એટલે કવિએ કપેલા અને કેવળ શબ્દમાં રજૂ કરેલા પદાર્થો અમૂર્ત અને ક્રિયાના આશ્રય થવાને અપાત્ર હેઈ તેમની વચ્ચે દેશગત કે કાલગત અંતર સંભવતું નથી. તે પછી કારિકામાં પદાર્થો વચ્ચે અંતર હેય છે એમ જે કહ્યું છે તેનું સમર્થન શી રીતે થઈ શકે ?
એના જવાબમાં સિદ્ધાંતી કહે છે કે તમારી વાત સાચી છે. પણ અહીં જે “તૂરાન્તા' શબ્દ વાપર્યો છે તે પ્રધાનપણે દેશકાલ ગત અંતર કે વ્યવધાનને વાચક હોવા છતાં અહીં ઉપચારથી સ્વભાવના અંતરના અર્થમાં વપરાય છે. અને પદાર્થોને આ સ્વભાવનું અંતર વિરુદ્ધ ધર્મના અધ્યાસરૂપ હોય છે. એટલે કે તેમાં વિરુદ્ધ ધર્મને આરેપ કરવામાં આવ્યું હોય છે. એટલે કે એ અંતર અમૂર્તત્વ અને મૂર્તત્વ, દ્રવત્વ અને ઘનત્વ, અચેતનત્વ અને ચેતનત્વ વચ્ચેના અંતર એટલે વિરોધ રૂપ હોય છે.
બીજી રીતે કહીએ તો, જ્યારે અચેતન પદાર્થમાં ચેતનને, અમૂર્તમાં મૂર્તતાને, ઘન પદાર્થમાં પ્રવાહિતાને આરેપ કરવામાં આવે ત્યારે આ પ્રકારની ઉપચારવતા ગણાય.
એ સમાનતા કેવી હોય છે? તે કે નામમાત્રની જરા જેટલી. એ સમાનતા શા માટે વર્ણવવામાં આવે છે? તે કે કેઈ અપૂર્વ અતિશયયુક્ત સ્વભાવનું કથન કરવા માટે. જેમ કે –