________________
૨–૧૦, ૧૧, ૧૨]
વક્રાક્તિજીવિત ૧૩૧
એ અકલ્પ્ય વસ્તુ છે. (જો દિલીપ પેાતાના નિશ્ચય પ્રમાણે વર્તે તા) તે એવા રે એ વસ્તુ ખ્યાલમાં રાખીને કવિએ આ (પ્રજાનાથ સંબોધન અથવા આ આખું વાકય) ઉચ્ચાયુ છે. એના ગ્ય'ગ્યાર્થ એ છે કે તારી નજર આગળ એક સામાન્ય પ્રાણી સિંહ તારા ગુરુની હામધેનુને ખાઈ જાય છે, તેના પ્રાણની રક્ષા કરવાની તારી ફરજની ઉપેક્ષા કરી તું જીવતા રહે તે એ ન્યાયે તે તું તારી પ્રજાનું કદાપિ લેશ પણ રક્ષણ કરશે એવી સંભાવના રહેતી નથી, એ પ્રમાણસિદ્ધ વાત છે. કહ્યું છે કે—
“પ્રમાણેાની સાથે આવતા પ્રવાહુને કોણ રોકી શકે ??’
૪૨
એટલે કે પ્રમાણેામાંથી જે નિર્ણય ફલિત થતા હેાય તેને ક્રાણુ નિવારી શકે? રાજા એક સાધારણ સિંહથી પોતાના ગુરુની હેામધેનુનું રક્ષણ નથી કરી શકતા તે પેાતાની બધી પ્રજાનું રક્ષણ નહિ જ કરી શકે, એ દીવા જેવું સ્પષ્ટ છે.
અહીં એટલે કે પર્યાયવક્રતામાં વાચ્યાર્થ અને પ્રતીયમાન અની પરસ્પર પ્રતિયેાગિતા ઉદાહુરણ અને પ્રત્યુદાહરણની રીતે સમજી લેવી.
એનેા અર્થ એ છે કે પર્યાયવક્રતામાં અમુક પર્યાયને કારણે કાવ્યમાં સૌદ આવતું હાય છે અને તેનું કારણ એ હેાય છે કે એ પર્યાયને લીધે એક નવા જ વ્યંગ્યા સ્ફુરતા હેાય છે. એમ સાચેસાચ બને છે કે કેમ એની ખાતરી કરવા એ વાકયમાં જે પર્યાય વપરાયા હોય તેને હઠાવી દુઈ બીજો પર્યાય મૂકી જોવા. જો એમ કરવાથી તે સ્થાને ઇષ્ટ વ્યંગ્યાથ ન સ્ફુરતા હોય અને પરિણામે કાવ્યનું સૌંદય હરાઈ જતું હોય તા માનવું કે અહીં વાપરેલા પર્યાય ખરેખર પર્યાયવક્રતા ધરાવે છે. એથી ઊલટું બને એટલે કે તે પર્યાયને બદલે બીજો વાપરવાથી કશા ફેર ન પડે તા માનવું કે એ પર્યાયવક્રતાના દાખલેા નથી.
(૬) અલ'કારની શોભા વધારનાર હોય તેવા પર્યાયના ઉપયોગ કરવા એ પદપૂર્વાવક્રતાના એક બીજો પ્રકાર છે. અહીં