________________
૨-૧૦, ૧૧, ૧૨]
વક્રાતિજીવિત ૧૨૯ છે કે તે સહદને આનંદ આપનાર થઈ પડે છે. જેમ કે – (આ શ્લેકને અર્થ કંઈક અસ્પષ્ટ છે. ભાવાર્થ એ છે કે...)
સમુદ્રના નૃત્યકુશળ તરંગ ઉપર પડતાં વિષમકાંડ એટલે પંચબાણ કહેતાં કામદેવના સગા(ચંદ્ર)નાં કિરણેથી ઊઠી પડેલા મને કામપીડિતા પ્રિયતમાને વિરહ આમ ઉત્કંઠિત કરે છે.” ૩૯
આ લેકમાં કવિએ ચંદ્રને માટે “વિષમવાર એવો પર્યાય વાપર્યો છે. કારણ, આ લેક બેલનાર વિરહવ્યથાથી પીડાતે અને માટે જ ચંદ્રને દ્વેષ કરનાર કોઈ નાયક . એ પર્યાય જાણીતું ન હોવા છતાં સુંદર સંદર્ભમાં વપરાયે હોવાને લીધે જાણે અત્યંત જાણીતું હોય એવું લાગે છે. અને એની કલ્પના અપૂર્વ હોવાથી સહદને ચમત્કારક થઈ પડે છે. વળી, એ પિતાના સૌંદર્યના ઉત્કર્ષને લીધે મને હર અને અપૂર્વ કલ્પનારૂપ હોઈ, કવિઓ બીજા પર્યાયે છેડી દઈને એને જ ઉપયોગ કરે છે. જેમ કે કાળા વાંકડિયા વાળવાળી એમ કહેવાને બદલે કવિ “મુનાના કલેલ જેવા વાળવાળી” એમ કહે છે. અથવા “ગૌરાંગીના વદનના ઉપમાન તરીકે જાણીત” એમાં સ્ત્રીવાચક હજારો પર્યાય મોજૂદ હોવા છતાં અગ્રામ્યતાને લીધે અત્યંત રમણીય એ “નૌiળી” શબ્દ વાપર્યો છે.
(૫) અકલ્પ્ય અર્થનું સૂચન કરનાર” પર્યાયને ઉપયોગ કરે એ પદપૂર્વાર્ધવક્રતાને બીજો એક પ્રકાર છે. જે વસ્તુનું વર્ણન કરવામાં આવતું હોય તેમાં કોઈ કલ્પી ન શકાય એવે ગુણ રહેલે છે એ બંધ કરાવવાના ઇરાદાથી જે પર્યાય વપરાય હોય તે પણ પર્યાયવકતાને જ દાખલો ગણાય છે. જેમ કે –
“હે રાજન, હવે વ્યર્થ પરિશ્રમ ન કરશે કારણ, મારા ઉપર છોડશો તે તમારું એ બાણ નકામું જશે.