________________
૧૧૮ વક્તિજીવિત
[૨-૮, ૯ આ ભાગ બરાબર સમજવા માટે ચેડા વિશેષ વિવેચનની જરૂર છે. ગદર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એ ત્રણ જ પ્રમાણે માનેલાં છે. વ્યાસભાષ્યમાં પ્રત્યક્ષને વિશેષાવધારણાપ્રધાન અને અનુમાનને સામાન્યાવધારણાપ્રધાન કહેલું છે. દરેક પદાથના બે અંશ અથવા રૂપ હોય છે ? સામાન્ય અને વિશેષ. જેમ કે આ પુસ્તક છે, એનું પુસ્તકત્વ એ સામાન્ય રૂપ છે. દુનિયામાં બીજાં હજારો પુસ્તકે છે તેવું એ પણ એક પુસ્તક છે,. એ એનું સામાન્ય રૂપ થયું. પણ એ ઉપરાંત એનું વ્યક્તિગત વિશેષ રૂપ પણ છે. એ આટલા ઈંચ લાંબું, આટલા ઇંચ પહેલું, આટલું જાડું વગેરે છે, એ એનું વિશેષ રૂપ છે. આપણે જ્યારે એને પ્રત્યક્ષ જોઈએ છીએ ત્યારે એના આ વિશેષ રૂપને જ પ્રધાનપણે બોધ થાય છે. અને આપણે
જ્યારે અનુમાનથી કે કોઈના કહેવાથી શબ્દપ્રમાણ દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ત્યારે એના પુસ્તકરૂપી સામાન્ય રૂપને જ આપણને બોધ થાય છે. આથી યોગદર્શનમાં પ્રત્યક્ષ પ્રમાણને સામાન્યવરોષામનો થે. विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षम् मने मनुमान पोरेने सामान्यावधारणप्रधाना વૃત્તિનુમાનનું કહ્યું છે. એને આધારે અહીં ગ્રંથકારે અનુમાનને સામાન્ય માત્રને બંધ કરાવનાર કહ્યું છે. અનુમાન સામાન્યમાત્રને બોધ કરાવનાર હાઈ સામાન્ય અગ્નિને બંધ કરાવી શકે છે, વિશેષ અગ્નિને બોધ કરાવી શકતું નથી. તેથી, જેમ સામાન્યમાત્રને બોધ કરાવનાર અનુમાન. વિશેષને બંધ કરાવી શકતું નથી તેમ સામાન્યમાત્રને બંધ કરાવનારા શબ્દો પણ અભિધાશક્તિ દ્વારા વિશેષને બંધ કરાવી શક્તા નથી. એ માટે વ્યંજના વગેરેને આશ્રય લેવો પડે છે. જેમ કે–
ગુણે સહુદ વડે સ્વીકારાય છે ત્યારે જ ખરેખર ગુણ બને છે, જ્યારે રવિકિરણે અનુગ્રહ કરે છે ત્યારે જ કમળ કમળ બને છે.” ૨૬.
અહીં “કમળ કમળ બને છે એમ કહેવાને કશો અર્થ નથી. એટલે એને મુખ્યાર્થ બાધિત થાય છે અને પછી લક્ષણથી વ્યંગ્યગુણવિશિષ્ટ કમળ’ એવો અર્થ થાય છે અને તેનું પ્રયોજન લક્ષમી કહેતાં શોભા, સૌરભ અને પૂર્ણ વિકાસ વગેરે સેંકડો ગુણાનું સૂચન કરવાનું છે. આમ, વનિવાદીઓને મતે, એ અર્થાન્તરસંક્રમિત વાચ્ય ધ્વનિનું ઉદાહરણ થાય.