________________
૨-૮, ૮]
વક્રાતિજીવિત ૧૧૭ શબ્દ = ચડવું ધાતુ ઉપરથી આવે છે. એમાં શબ્દ કોઈ એક જ વિશેષ અર્થને બંધ કરાવે છે. એ રૂઢિના બે પ્રકાર છે: (૧) ચેકસ સામાન્ય અર્થને બંધ કરાવનાર, અને (૨) કઈ ચોકકસ વિશેષ અર્થને બંધ કરાવનાર. તેથી રૂઢિ શબ્દથી અહીં રૂઢિપ્રધાન શબ્દ એમ સમજવાનું છે. કારણ, ધર્મ અને ધમીને ઉપચારથી અભેદ માનવામાં આવે છે. શબ્દને રૂઢિથી અર્થ કરતાં જે ધર્મને અર્થ નીકળવે અસંભવિત હોય એવા કોઈ ધર્મને અધ્યાપ જેમાં ગર્ભિત એટલે કે અભિપ્રેત હોય તે રૂઢિવૈચિત્ર્યવિકતાને એક પ્રકાર થયે.
બીજો પ્રકાર એ છે જેમાં કોઈ વિદ્યમાન ધર્મના અતિશયને અધ્યારેપ ગર્ભિત હોય.
આવે અધ્યાપ શા માટે કરવામાં આવે છે? તે કે કોત્તર તિરસકાર કે લેકોત્તર પ્રશંસા કરવા માટે, એટલે કે વણ્ય વિષયને અત્યંત તિરસ્કાર કરવા માટે અથવા તેને ખૂબ ઉતારી પાડવા માટે અથવા તેની પ્રશંસાપાત્ર જે મોટાઈ હોય તેને ખૂબ વધારીને કહેવા માટે આમ કરવામાં આવે છે. અહી જે વર્ય વિષય છે તે રૂઢિ શબ્દથી દર્શાવવામાં આવ્યું હોય છે. એ રૂઢિ શબ્દનો જે વાગ્યાથે તે અહીં વણ્ય વિષય હોય છે અને તેની નિંદા કે સ્તુતિ અભિપ્રેત હોય છે. આને રૂઢિચિત્ર્યવકતા કહે છે. કારણ, એમાં આ યુક્તિને લીધે એટલે કે અસંભવિત ધર્મના ગર્ભિત અધ્યાપને લીધે અથવા વિદ્યમાન ધર્મના અતિશયના ગર્ભિત અધ્યાપને લીધે રૂઢિ શબ્દમાં વકતા કહેતાં સૌદર્ય આવે છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અનુમાનની પેઠે સામાન્યમાત્રને બોધ કરાવનાર શબ્દો નિયત વિશેષને બોધ સ્વાભાવિક રીતે જ સહેજ પણ કરાવી શકતા નથી, તેમ છતાં, આ યુક્તિને લીધે તેઓ કવિને વિવક્ષિત નિયત વિશેષને બંધ કરાવી શકે છે અને તેથી કોઈ અલૌકિક ચમત્કારી બની જાય છે.