________________
૨-૮, ૯].
વકૅક્તિજીવિત ૧૧૯ કુંતકને મતે અહીં સામાન્ય અર્થવાચક “કમળ’ શબ્દ કવિની યુક્તિને લીધે કવિને અભિપ્રેત એવા ગુણવાળું કમળ’ એવો અર્થ વ્યક્ત કરે છે, એટલે રૂઢિવિચિત્ર્યવક્તાનું ઉદાહરણ છે.
આઠમી કારિકામાં “પ્રતીયતે” એ ક્રિયાપદવૈચિત્ર્યને અભિપ્રાય એ છે કે આવા દાખલાઓમાં શબ્દને વાચકન્વરૂપ અભિધાવ્યાપાર નથી હોતે, પણ બીજા અર્થનો બોધ કરાવનાર વ્યંજનાવ્યાપાર હોય છે. આ વાત તર્કસંગત હોવા છતાં અમે અહીં એને વિસ્તાર કરતા નથી. કારણ, વનિકાર આનંદવર્ધનાચાયે આવા દાખલામાં યંગ્યવ્યંજક ભાવનું સારી રીતે સમર્થન કરેલું છે એટલે પુનરુક્તિ કરવાને અર્થ નથી.
આ રૂઢિવૈચિત્ર્યવકતા બે પ્રકારની સંભવે છેઃ (૧) જેમાં રૂઢિ શબ્દથી નિર્દેશાતું પાત્ર પિતે જ પિતાને વિશે ઉત્કર્ષ કે અપકર્ષને આરેપ કરી બોલતું કવિએ ચીતર્યું હોય, અથવા (૨) જેમાં વક્તા કોઈ બીજે હોય. જેમ કે –
સ્નિગ્ધ અને શ્યામલ મેઘની કાન્તિથી આકાશ લીંપાઈ ગયું છે, ઉત્સાહભરી બગલીઓ ચક્કર લગાવતી ઊડી રહી છે, પવનમાં શીકર ભળેલી છે, મેઘના મિત્ર મયૂરો આનંદકેકા કરી રહ્યા છે, ભલે આમ થતું. હું તે અત્યંત કઠોર હૃદયને રામ છું, બધું સહી લઉં છું. પણ સીતાનું શું થશે? “અરેરે! દેવી, ધીરજ ધર.”” (મહાનાટક, ૫-૭, ધ્વન્યાલક, ૨-૧; કાવ્યપ્રકાશ, ઉદા. ૧૧૨) ૨૭
આ શ્લેકમાં, રામ” શબ્દથી, ‘હું અત્યંત કઠોર હૃદયને છું, બધું સહું છું” એ શબ્દો મારફતે પણ જેને બંધ કરાવી શકાતું નથી એવી કઈ અકળ અને અસાધારણ ક્રૂરતા એ નામને લીધે સૂચવાય છે, જેને લીધે આવા વિવિધ ઉદ્દીપન વિભાને સહન કરવાનું સામર્થ્ય અને જનકસુતાના દુસહ.