________________
૧૨૨ વક્રોક્તિજીવિત
[૨-૧૦, ૧૧, ૧૨ ભાવ સંભવ નથી–એમ ન કહેવું જોઈએ. કારણ, સંજ્ઞાવાચક શબ્દો પણ તેમના વાગ્યાથની હજારે અવસ્થાઓને સાધારણ ભાવે બંધ કરાવે છે, તેમ છતાં, તેઓ સ્વરકૃતિન્યાયે અથવા લગ્નાંશુકન્યાયે કવિને અભિપ્રેત ચોક્કસ દિશા વિશેષને પણ બધા કરાવી શકે છે.
અહીં કહેવાને અર્થ એ છે કે વિશેષ નામો અમુક ચોક્કસ વ્યક્તિને બોધ કરાવે છે એ વાત સાચી, પણ એ ચોક્કસ વ્યક્તિના જીવનમાં અનેક મનઃસ્થિતિઓ, અનેક પરિસ્થિતિઓ, અનેક ગુણધર્મો વગેરે પ્રગટ થયાં હોય છે, તે બધાંને પણ એ વિશેષ નામ સામાન્યપણે લાગુ પડે જ છે, એટલે કવિને ઈષ્ટ કેાઈ એક વિશેષ મનઃસ્થિતિ કે પરિસ્થિતિ કે ધર્મને પણ તે બેધ જરૂર કરાવી શકે. જેમ કે “રામ” એ વિશેષ નામ તો રામના જન્મથી માંડીને અવસાન સુધીનું સમગ્ર જીવન જેનામાં મૂત થયું છે તે વ્યક્તિને બોધ કરાવે છે, એટલે એના આખા જીવનમાંથી કવિને તે પ્રસંગે એના જીવનની જે પરિસ્થિતિ અથવા મનોદશા કે એના શૌર્ય, પરાક્રમ, સહનશીલતા વગેરે જે કઈ ગુણધર્મને બંધ કરાવ ઇષ્ટ હેય તે પણ એ કરાવી શકે. જેમ સંગીતમાં સાત સ્વરો છે. પણ તેમાંના પ્રત્યેકની અનંત છાયા શ્રુતિ પ્રમાણે સંભવે છે અને ગાયક એમાંથી ગમે તેને જરૂર પડ્યે ઉપયોગ કરી શકે છે, તેવું આ છે. અહીં બીજ દષ્ટાંત લગ્નાંશુકનું આપેલું છે. પણ તે સ્પષ્ટ થતું નથી.
જેમ પુસ્તક શબ્દને સામાન્ય અને વિશેષ એવા બે અંશે અથવા રૂપે છે, તેવા જ રામના પણ સંભવે. રામ શબ્દ આખા જીવનવ્યાપી વ્યક્તિત્વને લાગુ પડે તેમ એ સમગ્ર જીવનના કોઈ એક અંશવિશિષ્ટ વ્યક્તિત્વને પણ લાગુ પડી શકે, એટલું જ અહીં કહેવાનું છે.
[૨] આમ “રૂઢિવકતાનું વિવેચન કર્યા પછી ક્રમમાં આવતી પર્યાયવતા'નું વિવેચન કરે છે –
૧૦, ૧૧, ૧ર જે વાસ્યની નિકટતમ હૈય, તેના અતિશયને પિષક હય, જે પોતે અથવા પોતાના વિશેષણ મારફતે બીજી ર૩છાયાના સ્પશને લીધે તેને અલંકૃત